ચાંદખેડામાં માતાએ બાળક સાથે પડતું મૂકી આપઘાત કર્યો
કેશવ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા હતા
માનસિક શારિરીક ત્રાસથી કંટાળીને મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
અમદાવાદ,શુક્રવાર
ચાંદખેડામાં માતાએ પોતાના છ વર્ષના પુત્ર સાથે પડતું મૂક્યું હતું, સારવાર દરમિયાન બન્નેના મોત થયા હતા. આ બનાવ અંગે ચાંદખેડા પોલીસ અકસ્માતે મોત નાંેધી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં માનસિક-શારિરીક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે.
આ કેસની વિગત એવી છે કે ચાંદખેડામાં કેશવ એપાર્ટમેન્ટમાં રહેતા મમતાબહેન ચિરાગભાઇ જાદવ (ઉ.વ.૨૯)એ ગુરુવારે બપોરે ૧.૧૫ વાગે પોતાના એપાર્ટમેન્ટ ઉપથી પોતાના વહાલ સોયા છ વર્ષના દિકારા સાથે પડતું મૂક્તા માતા-પુત્ર પાર્કિંગમાં પડયા હતા ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ચાંદખેડા પાલીસે અકસ્માતે મોત નોધી તપાસ હાથ ધરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાની શંકા સેવાઇ રહી છે. મૃતક મહિલાના પતિ પૂના ખાતે સિવિલ એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા જો કે લોક ડાઉન જાહેર થયું ત્યારથી ઘરે જ હતા. ઉલ્લેખનીય છે કે ગૃહ કલેશનો સમાજના આગેવાનો દ્વારા ચોક્કસ નિકોલ કરવામાં આવતો નથી તો બીજીતરફ હવે લોકોની સહન શકિત પણ ખૂટી ગઇ હોવાથી અમદાવાદમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.