Get The App

વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખામાં અપૂરતા સ્ટાફથી પાણી વિતરણની કામગીરી પર અસર

Updated: Aug 16th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખામાં અપૂરતા સ્ટાફથી પાણી વિતરણની કામગીરી પર અસર 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરની વસ્તી આશરે 20 લાખ ઉપર છે. વડોદરા શહેરનો આશરે 220 કિ.મી.નો વિસ્તાર છે. વડદલા, વેમાલી, ઉંડેરા, કરોડીયા, સેવાસી, ભાયલી, બીલ વિગેરે ગામોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાતાં શહેરના હાલ મુખ્ય પ્રશ્ન પાણી જ છે. વહીવટી તંત્ર તરફથી પુરતા સ્ટાફની ફાળવણી ન કરવામાં આવતા પાણીની સમસ્યા વધી રહી છે. ખરેખર પાણી પુરવઠા ઇલે/મિકેનિક શાખામાં કુલ જગ્યા 29 છે તેમાંથી 17 ભરેલી છે, અને હાલમાં 12 જગ્યાઓ ખાલી છે. સુપરવાઇઝરની કુલ-14 જગ્યામાંથી 5 ભરેલી છે અને 9 ખાલી છે.

વડોદરા કોર્પોરેશનમાં આજે પણ વર્ષ 1990 વખતનું મહેકમ ચાલુ છે એટલે કે, છેલ્લા 34 વર્ષથી આ જ મહેકમ ચાલી રહ્યું છે. આટલા અપૂરતા સ્ટાફ દ્વારા જ પમ્પીંગ મશીનરીઓ, ટ્યુબ વેલોની નિભાવણીની કામગીરી, સમ્પ લેવલ મોનીટરીંગ, પાણીની આવક-જાવકનુ 24 કલાક મોનીટરીંગ, નવી ટાંકીઓના પ્રોજેક્ટની કામગીરી, ઝોનિંગ પ્રમાણે પાણીનુ વિતરણ, વાલ્વ ઓપરેશનનું મોનીટરીંગ, પાણી પ્રેસર, દૂષિત પાણીની ફરિયાદોનુ સંકલન, ફ્રેન્ચવેલ, ઇન્ટેક વેલ, જુદી-જુદી ટાંકીઓનું તેમજ બુસ્ટિંગ સ્ટેશનના સંચાલનની કામગીરી માટે એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયરોની જરૂર પડે છે. શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી 25 જેટલા એન્જીનીયરોની સત્વરે ભરતી કરવાની જરૂરીયાત છે. તેવી માંગણી કોંગ્રેસના વોર્ડ નંબર એકના મહિલા કોર્પોરેટરે કરી છે.

Tags :