અમદાવાદ,રવિવાર
અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડનથી આવેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવેલા એક યુવકને પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે પ્રમોદ નામના એજન્ટને આઠ લાખ રૂપિયા આપીને બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જેના આધારે તે ઇગ્લેન્ડ ગયો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી શનિવારે સવારના લંડનથી આવેલી એર ઇન્ડિયાની ફલાઇટના એક યુવકને ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાને પગલે પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ દરમિયાન તેનું સાચુ નામ અરજણ છેલ્લાર (રહે.પોરબંદર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેણે કબુલ્યું હતું ે કે તેણે વર્ષ ૨૦૧૬માં અર્જુન મોઢુ (રહે.પરકોટા શેરી, દમણ)ના નામે બનાવટી પોર્ટુગલ પાસપોર્ટ બનાવ્યો હતો. જેના આધારે તે લંડન ગયો હતો. જે તેણે રિન્યુ પણ કરાવ્યો હતો. આ ઉપરાંત, તેેણ ે તેની પત્ની શાંતિજહા અને ચાર પુત્રીઓ માટે પણ તેણે બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યા હતા. ગાર્ડન જો કે જે લંડનથી અમદાવાદ આવ્યો તે સમયે ઇમીગ્રેશનના પર ઝડપાઇ ગયો હતો.આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


