Get The App

'સબંધ નહીં રાખે તો,મારી નાંખીશ' મહિલા તબીબને ટીએચઓની ધમકી

Updated: Dec 10th, 2023

GS TEAM

Google News
Google News
'સબંધ નહીં રાખે તો,મારી નાંખીશ' મહિલા તબીબને ટીએચઓની ધમકી 1 - image


બદલી કરાવી લીધી છતાં લટ્ટુ ટીએચઓએ પીછો છોડયો નહીં

ન્યુ ગાંધીનગરની સોસાયટીમાં મહિલા તબીબની કારને તાલુકા આરોગ્ય અધિકારીએ નુકસાન પહોંચાડયું ઃ પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  મહિલા મેડિકલ ઓફિસરને તાલુકા હેલ્થ અધિકારી હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તાલુકા હેલ્થ ઓફિસર ન્યુ ગાંધીનગરમાં રહેતી અને હાલ અમદાવાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિક ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલા તબીબ પાછળ લટ્ટુ હતું જે તે વખતે મહિલા મેડિકલ ઓફિસરને પ્રપોઝલ પણ કરી હતી પરંતુ તે રીજેક્ટ કરતા આ તાલુકા હેલ્થ ઓફિસરે સંબંધો રાખવા માટે મર્ડર કરવાની ધમકીઓ પણ આપી હતી. તાજેતરમાં મહિલા તબીબની સોસાયટીમાં આવીને તેણીની કારને નુકશાન કર્યું હતું જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ન્યુ ગાંધીનગરની સોસાયટીમાં પતિ અને પરિવાર સાથે રહેતી અને અમદાવાદના પીએચસી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલા તબીબે આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેણી અગાઉ વર્ષ ૨૦૨૧માં વીરમગામ ખાતે એક ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે એમઓ તરીકે ફરજ બજાવતી હતી તે વખતે તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ડો.વિરલ રાજેશભાઇ વાઘેલા ફરજ બજાવતો હતો જેના કારણે આ બન્નેનો અવારનવાર સંપર્ક થયો હતો અને આ મહિલા તબીબ પાછળ ડો.વિરલ લટ્ટુ થઇ ગયો હતો અને મિત્રતા રાખવા માટે દબાણ પણ કરતો હતો. જો કે, આ મહિલા તબીબ પરણિત હોવાને કારણે તેણીએ આ વિરલની પ્રપોઝલ ઠુકરાવી દીધી હતી અને તેણીએ અમદાવાદ ખાતે બદલી કરાવી દીધી હતી. છતા પણ આ ડો.વિરલે તેણીનો હેરાન કરવાનું શરૃ રાખ્યું હતું.

અલગ અલગ મોબાઇલ નંબરોથી વિરલ તેણીને ફોન કરીને હેરાન કરતો રહેતો હતો એટલુ જ નહીં, બિભત્સ ગાળો બોલીને સંબંધ નહીં રાખે તો તેણીનો મર્ડર કરી દેવાની ધમકી પણ આપી હતી. તે દરમ્યાન તા.૩૦મી નવેમ્બરના રોડ વિરલ અજાણ્યા શખ્સ સાથે આ મહિલા તબીબની સોસાયટીમાં આવ્યો હતો અને તેણીની કારની ચારેય તરફ લીટા મારીને ફરાર થઇ ગયો હતો. આ અંગે સોસાયટીના સીસીટીવી તપાસતા તેણીને આ કરતુત ડો.વિરલે કરી હોવાનો ખ્યાલ આવતા આખરે કંટાળીને આ લટ્ટુ ડોક્ટર સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.

Tags :