Get The App

વડાપ્રધાનના અંગત સચિવપદે ગુજરાતના IAS હાર્દિક શાહ

- કેન્દ્રમાં ત્રણ પ્રધાનો સાથે કુશળતાથી કામ કર્યું

- પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી પદેથી કેન્દ્રના વન-પર્યાવરણ મંત્રાલય નિમાયા હતા

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
વડાપ્રધાનના અંગત સચિવપદે ગુજરાતના IAS હાર્દિક શાહ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર

ગુજરાતના આઈએએસ અધિકારી હાર્દિક શાહની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ પદે નિમણૂક થઈ છે. ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાંથી કારકીર્દિનો આરંભ કરનાર હાર્દિક શાહ ત્યારબાદ 2010ની સાલમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરીપદે પણ સેવા આપી ચૂક્યા છે. 

જીપીસીબીના મેમ્બર સેક્રેટરીના હોદ્દા પરથી કેન્દ્રમાં તેઓ વન અને પર્યાવરણ ખાતામાં અંગત સચિવ તરીકે ગયા હતા. આ ખાતામાં તેમણે ત્રણ પ્રધાનો સાથે કુશળતા પૂર્વક કામગીરી કરી બતાવી હતી.

પરિણામે તેમને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં એક વર્ષ અગાઉ નિમણૂક આપવામાં આવી હતી. આજે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિીવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. ગુજરાતમાં તેમણે સાબરકાંઠાના કલેક્ટર તરીકે પણ સેવા આપી હતી. 

હાર્દિક શાહે બી.ટેક અને એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમાં યુનિવર્સિટિમાં ટોપર્ટ રહ્યા છે. લૉ યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટિમાં સેકન્ડ રહ્યા હતા. પર્યાવરણના વિષય પર તેમણે પી.એચડી. પણ કરી છે. આ માટે હારવર્ડ યુનિવર્સિટિમાં રિસર્ચ પણ કર્યું છે. 2012થી 2015ના ગાલામાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિમાં ગવર્મેન્ટ પોલીસી વિષયક લેક્ચર્સ પણ આપ્યા હતા.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મમ્બર સેક્રેટરી તરીકે ગુજરાતમાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે તેમણે કડક હાથે પગલાં લઈને ખાસ્સી પગલાં લીધા હતા. તેમના આ કાર્યની ખાસ્સી સરાહના થતાં તેમને કેન્દ્રના વન અને પર્યાવરણ ખાતામાં પોસ્ટિંગ મળ્યું હતું.

Tags :