Get The App

વડોદરા: આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

- કોરોના મહામારીમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની સેવા કરનારા સેવકોનું સન્માન કર્યું

Updated: Oct 9th, 2020

GS TEAM

Google News
Google News
વડોદરા: આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી 1 - image

વડોદરા, તા. 9 ઓકટોબર 2020, શુક્રવાર 

કોરોનાની મહામારી દરમિયાન રાજ્ય સરકારે વડોદરા શહેર- જિલ્લા માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડોક્ટર વિનોદ રાવની નિયુક્તિ કરી હતી. તેઓએ ગઈકાલે પોતાના જન્મદિવસએ પણ ફરજ પર હાજર રહી સ્મશાન ગૃહના અંતિમ સંસ્કારના સેવકોનું સન્માન કરી અનોખી રીતે ઉજવણી કરી હતી.

ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવની વડોદરા શહેરમાં નિયુક્તિ થઈ છે. ત્યારથી તેમણે વડોદરામાં કોરોનાના દર્દીઓની સુવિધા માટેની આગોતરી તૈયારી કરાવી હતી. તેમજ થોડા સમય પહેલા વડોદરા શહેરમાં ઓક્સિજનની તંગીને કારણે 500 દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે તેમણે અને નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ સમય સુચકતા વાપરી જામનગરથી ઓક્સિજનનો જથ્થો મંગાવીને જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

ડોક્ટર વિનોદ રાવનો ગઈકાલે જન્મદિવસ હતો. તે દિવસે પણ તેમણે તેમના પરિવારજનોની સાથે જન્મદિવસ ઉજવવાને બદલે તેમણે વડોદરામાં ફરજ ઉપર હાજર રહ્યા હતા અને પરિવારજનોને ગાંધીનગરથી વડોદરા બોલાવ્યા હતા અને તેમણે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

વડોદરા: આઇ.એ.એસ ડોક્ટર વિનોદ રાવે સ્મશાનમાં પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી 2 - imageખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે પોતાના જન્મદિવસે ચાર સ્મશાનોના અંતિમ સંસ્કાર સેવકોનું સન્માન અભિવાદન કર્યું હતું.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે અદકેરી સંવેદનશીલતા દાખવતા આજે શહેરના ખાસવાડી, અકોટા, ગોત્રી અને વાસણા સ્મશાનો ખાતે કોવિડની મહામારીની શરૂઆતથી આજ દિન સુધી અવિરત સેવા આપી રહેલા અંતિમ સંસ્કાર સેવકો સાથે સૌજન્યભર્યો સંવાદ કર્યો હતો અને આ કટોકટી દરમિયાન તેમને થયેલો અનુભવો સાંભળ્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 દિવસ દરમિયાન વડોદરામાં કોવિડની પરિસ્થિતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.

આ લોકો અનેરી હિંમત દાખવીને અને થાક્યા વગર કોવિડ મૃતકોના અંતિમ સંસ્કારની ફરજો ખૂબ નિષ્ઠાપૂર્વક અદા કરી રહ્યાં છે. એવી લાગણી વ્યક્ત કરતાં ડો.રાવે જણાવ્યું કે, જ્યારે કેટલાક સંતાનો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કારમાં જોડવામાં ખચકાટ અનુભવતા હતા, પી.પી.ઇ.કીટ પહેરી હોવા છતાં ડરતા હતા, તેવા કટોકટીના સમયે આ સેવકોએ જરાય પીછેહઠ કર્યા વગર અંતિમ સંસ્કારનું તેમનું કર્તવ્ય અદા કર્યું છે. તેમની ફરજ પરસ્તિ માટે વડોદરા શહેર સદૈવ તેમનું ઋણી રહેશે.

આ લોકોની અમૂલ્ય અને અણથક સેવાઓને બિરદાવવાની વ્યક્તિગત શુભેચ્છા રૂપે તેમણે આ લોકોનું સન્માન સહ હાર્દિક અભિવાદન કર્યું હતુ.




Tags :