Get The App

વડોદરામાં 81 મીટરની ઊંચાઈ સુધી આગ બુઝાવવાની કામગીરી થઈ શકે તે માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલનું લોકાર્પણ કરાયું

Updated: Mar 4th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં 81 મીટરની ઊંચાઈ સુધી આગ બુઝાવવાની કામગીરી થઈ શકે તે માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલનું લોકાર્પણ કરાયું 1 - image


- ફાયર બ્રિગેડ માટે 23 કરોડના ખર્ચે આ વ્હીકલ વસાવાયું 

વડોદરા,તા.04 માર્ચ 2024,સોમવાર

વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે 730 કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડ વિભાગ માટે 81 મીટર ઊંચી જઈ શકે તેવી નવી હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનું પણ ફ્લેગ ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2024-25 નું બજેટ જ્યારે રજુ કરવામાં આવ્યું ત્યારે આ અંગે ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં બહુમાળી ઈમારતોમાં તાત્કાલિક અને ટૂંક સમયમાં આગ બુઝાવવાની કામગીરી થઈ શકે તે માટે 23 કરોડના ખર્ચે 81 મીટરની ઊંચાઈ ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ થોડા સમયમાં વડોદરાને મળી જશે. આમાં 50% ખર્ચ વુડા આપવાનું છે. બજેટમાં એવી પણ જાહેરાત કરાઈ હતી કે ફાયર સર્વિસને સુદ્રઢ કરવા એક મીની ફાયર ટેન્ડર 80 લાખના ખર્ચે વસાવવામાં આવશે.

Tags :