Get The App

વડોદરાના યાકુતપુરામાં મોડી રાત્રે ધીંગાણું, બર્થ ડેની ઉજવણી કરતા પરિવાર પર હુમલા બાદ ઘરમાં તોડફોડ કરી

Updated: Sep 2nd, 2024

GS TEAM

Google News
Google News
વડોદરાના યાકુતપુરામાં મોડી રાત્રે ધીંગાણું, બર્થ ડેની ઉજવણી કરતા પરિવાર પર હુમલા બાદ ઘરમાં તોડફોડ  કરી 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરામાં યાકુતપુરા કાનુડા ખાંચામાં રહેતા ઈકબાલ હુસેન અહેમદ હુસેન મકરાણીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારા પૌત્ર મોહમ્મદ નોમાનનો જન્મદિવસ હોય રાત્રે 8:00 વાગે અમે ઉજવણી કરતા હતા. મારા સગા સંબંધીઓ મારા ઘરે આવ્યા હતા. જેમની ગાડીઓ મારા ઘરની સામે પાર્ક કરતા હતા. મારો દીકરો મોહમ્મદ તુફેલ અમારા સંબંધીની ગાડી પાર્ક કરાવવા બહાર ગયો હતો તે વખતે અશફાક અલીમાસુમ અલી સૈયદ તેની ગાડી લઈને મારા ઘરની બહાર ઉભા હતા. મારા દીકરાએ તેઓને કહ્યું કે તમારી ગાડી આપના ઘરના આંગણમાં મૂકી દો નહિતર બીજો કોઈ તેની ગાડી મૂકી જશે જેથી અશફાક અલીએ ઉશ્કેરાઈને ગાળો બોલે ઝપાઝપી કરી હતી ઘરના સભ્યો તથા મહોલ્લાના માણસોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું.

ત્યારબાદ રાત્રે 11:00 વાગે અગાઉ થયેલા ઝઘડા નો ઉપરાણું લઈને નવાજઅલી ઈમ્તિયાઝ અલી સૈયદ તથા મુખ્તારઅલી યાસીનઅલી સૈયદ તથા તોસીફ સહિત પાંચ થી છ લોકો મારા ઘરે ગાળો બોલતા બોલતા ઘૂસી ગયા હતા અને મારી પત્ની અને મારા ત્રણે દીકરાને માર્યો હતો. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. મારા દીકરાને હથિયાર પગના ભાગે મારી બહાર લઈ જવાની કોશિશ આરોપીઓએ કરી હતી આજુબાજુના લોકો દોડી આવતા અમને છોડાવ્યા હતા.

Tags :