પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે હોર્સ રાઇડિંગની તાલીમ
તાલીમ માટે ૬ જાતના ઘોડા ઉપલબ્ધ અત્યાર સુધીમાં ૯૨એ તાલીમ લીધી
વડોદરા : શહેર પોલીસે મહિલાઓને આત્મ રક્ષણ અને રાઇફલ ચલાવવા સહિતની પ્રવૃત્તિઓ શરૃ કરી છે, ત્યારે હવે ઘોડેસવારીની તાલીમ આપવાનું પણ શરૃ કર્યું છે. પ્રતાપનગર સ્થિત પોલીસ વડા મથક ખાતે આ તાલીમ આપવામાં આવી રહી છે.
આ માટે ૧૧ ઘોડાની કમુક મંજૂર કરવામાં આવી છે. તેની સામે હાલ ૬ ઘોડા ઉપલબ્ધ છે. વડોદરાના ગાયકવાડી શાસકોના શાસન મંત્ર જીન ઘર, જીન તખ્તમાં ઘોડાનો આડકતરો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો કે જન કલ્યાણ માટે ઘોડાને પલાણવા મૂકવામાં આવતું જીન એ જ ઘર અને એજ રાજ સિંહાસન. મહારાણા પ્રતાપના ચેતક ( જે ગુજરાતનો જ અશ્વ હતો) નું નામ, સહજાનંદ સ્વામી મહારાજની અનુપમ ઘોડી માણકીનું નામ સોનાના અક્ષરોથી અંકિત છે. અત્યાર સુધીમાં આ હોર્સ રાઇડિંગમાં ત્રણ બેચમાં કુલ ૯૨ લોકોએ તાલીમ લીધી છે. હાલમાં ચોથી બેચમાં ૩૫ લોકો તાલીમ લઇ રહ્યાં છે.
ઘોડા સાવ ધીમી ગતિએ, નાના ડગલે ડાબલા વગાડતો ચાલે, તેને રવાલ ચાલના ઘોડા ચાલતા નથી. પોલીસ પાસે અશ્વ તાલીમમાં આવે એટલું સૈાથી પહેલું કામ તેને રવાલ ભૂલવાડવાનું હોય છે. માઉન્ટેડ પોલીસના ઘોડા લાંબા ડગલાની ચાલથી ચાલે છે, જેને ટ્રોટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્યમ ગતિને કેન્ટર ચાલ અને તેજ ગતિને ગેલેપ કહે છે.