વડોદરામાં દારૂની હોમ ડિલિવરી, ખેપિયા પાસે દારૂની 162 બોટલો કબજે
વડોદરા, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર
વડોદરામાં કેટલાક ખેપિયાઓ દ્વારા સ્કૂટર પર દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાની વિગતોના પગલે પોલીસ દ્વારા શકમંદો પર રાખવામાં આવી રહી છે.
ઘડિયાળી પોળ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્કૂટર સાથે મહેશ ઉર્ફે સન્ની નટવરભાઈ રાજપુતને ઝડપી પાડતા સ્કૂટરની ડિકિમાંથી દારૂની 11 બોટલ મળી હતી.
પોલીસે મહેશની પૂછપરછ કરી નવી ધરતી સ્લમ ક્વાટર્સ ખાતેના તેના મકાનમાં દરોડો પાડતા સ્ટોર રૂમમાં મૂકેલા થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ હજારની કિંમતની 162 બોટલો કબ્જે કરી હતી. દારૂની બોટલો વાડી ટાવર વિસ્તારમાં રહેતા ભયલુ ઉર્ફે દુબે એ સપ્લાય કરી હોવાની વિગતો ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.