Get The App

ઐતિહાસિક મલાવ તળાવ સફાઇના અભાવે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
ઐતિહાસિક મલાવ તળાવ સફાઇના અભાવે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય 1 - image


- ધોળકાની ઓળખ સમાન બનેલું

- સ્થાનિક તંત્ર અને પૂરાતત્વ વિભાગ દ્વારા કોઇ પગલાં નહીં લેવાતા સ્વચ્છતાનો અભાવ

બગોદરા : ધોળકાની આગવી ઓળખ બનેલું ઐતિહાસિક મલાવ તળાવ સફાઇના અભાવે ગંદકી ખદબદી ઉઠયું છે. સ્થાનિક તંત્ર અને પુરાત્વ વિભાગ દ્વારા કોઇ પગલાં નહીં લેવાતા તળાવ અને તળાવ ફરતેના વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહે છે. તળાવ ફરતે અનેક ઐતિહાસિક સ્મારકો પણ જાળવણીના અભાવે બિસ્માર બન્યાં છે. 

તાજેતરના સમયમાં તળાવની આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામો પણ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રના વાંકે આ તળાવની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. મલાવ તળાવને પ્રવાસનધામ તરીકે પણ આવનારા સમયમાં વિકસાવવામાં આવે તો અહીં પ્રવાસીઓની સંખ્યા વધે અને સ્થાનિક નાગરિકોને આવકનું એક સાધન મળી રહે તેવી ચર્ચા નાગરિકોમાં થઇ રહીં છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ઐતિહાસિક મલાવ તળાવ આવેલું છે. આ તળાવમાં વચ્ચે જવા પથ્થરોથી સંુદર રસ્તો બનાવવામાં આવ્યો છે. અને આ તળાવના એક ભાગે શીલા લગાવવામાં આવી છે. જેમાં લખ્યું છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો પરતું  હાલ મળાવ તળાવને જોતા લગી રહ્યું છે કે તંત્ર દ્વારા મલાવ તળાવને ન્યાય આપવામાં આવતો નથી કારણ કે ઐતહાસીક તળાવ હોવા છતાં તેની જાળવણી કરવામાં આવતી નથી.

તળાવમાં તળાવની ફરતે ગંદકી, કચરો જોવા મળી રહ્યો છે. બાવળ પણ ઉગી નીકળ્યા છે. સરકાર દ્વારા કરોડો રૂપીયા ગ્રન્ટ તળાવના વિકાસ માટે ફાળવવામાં આવે છે. પરતું તળાવનો વિકાસ સ્વચ્છતા ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. 

આ ઐતહાસીક તળાવ પુરાતત્વ વિભાગના અંડરમાં આવે છે. પરતું આ વિભાગ દ્વારા મલાવ તળાવની કોઇ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી. 

Tags :