For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાચલના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગુજરાતના રાજ્યપાલ તરીકે નીમાયા

- કલરાજ મિશ્રા બન્યા હિમાચલના રાજ્યપાલ

Updated: Jul 15th, 2019

ગાંધીનગર, તા. 15 જુલાઇ 2019, સોમવાર

ગુજરાતના રાજયપાલ પદનો કાર્યકાળ પૂરો થતા રાજયપાલ ઓ.પી. કોહલીને સ્થાને દેવવ્રત આચાર્યની નિમણૂંક ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. દેવવ્રત આચાર્ય અત્યાર અગાઉ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હવે તેમના સ્થાને કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા છે.

2015થી તેઓ હિમાચલ પ્રદેશના ગવર્નર હતા અને તે પહેલાં હરિયાણા ગુરૂકૂળના પ્રિન્સિપલ પદે રહીં ચૂક્યાં હતા. શિષ્ત અને પ્રમાણિકતા માટે જાણિતા છે. દેશમાં બેટી બચાવો અને બેટી ભણાવો આંદોલન તેમનાથી શરૂ થયું હતું.  1984માં પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને હિન્દી વિષયમાં એમએ થયા હતા.

દેવવ્રત આચાર્ય વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. દેવવ્રત આચાર્ય તાજેતરમાં કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

Gujarat