વડોદરામાં છાણી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળતા ફાયર બ્રિગેડની મદદ લીધી
વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોની કેનાલોમાંથી મૃતદેહ મળી આવવાના વારંવાર બનાવ બની રહ્યા છે.
બે દિવસ પહેલા જ હરણી કેનાલમાં ડૂબેલા યુવકની લાશ ગોરવા કેનાલમાંથી મળી હતી. આજે સવારે છાણી કેનાલમાં વધુ એક મૃતદેહ તરી આવતા પોલીસને જાણ કરાઈ હતી.
બનાવ અંગે ફાયર બ્રિગેડની મદદ લેવાતા પ્રાથમિક તબક્કે મળી આવેલો મૃતદેહ યુવકનો હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તેની ઓળખ માટે શોધખોળ હાથ ધરી છે.