બે વર્ષથી દાદાગીરી કરીને મફતમાં ચા પી જતો, રૃપિયા માગતા તોડફોડ કરી
રખિયાલમાં બાબુબાલ ચાર રસ્તા પાસે જાહેરમાં બનેલી ઘટના
ફરીથી ધાક જમાવવા જાનથી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ત્રાસ વર્તાવી રહ્યા છે, નિર્દોષ લોકો સાથે તકરાર કરીને જીવલેણ હુમલા કરતા પણ અચકાતા નથી. રખિયાલમાં એક શખ્સ ચાની કિટલી ઉપર આવીને દાદાગીરી કરીને બે વર્ષથી મફતમાં ચા પી જતો હતો. યુવકે તેની પાસેથી રૃપિયાની માંગણી કરતા ચાની કીટલીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ કરીને તો જામીન ઉપર છૂટીને ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં ફરિયાદ કરી તો જામીન ઉપર છૂટીને ફરીથી ધાક જમાવવા જાનથી મારી નાખવાની ધમકી આપી
આ કેસની વિગત એવી છે કે રખિયાલમાં આર્બન ૧૩૨ બસ સ્ટેન્ડ પાસે ગુ.હા.બોર્ડના મકાનમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે રોયલ નામથી ચાની કીટલી ધરાવતા મોહંમદ ઇસ્માઇલભાઇ મોહંમદ એહમદ શેખ (ઉ.વ.૪૩)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અર્બનગરમાં ગુ. હા.બોર્ડના મકાન રખિયાલ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે કાકા હાશમઅલી રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે આરોપી બે વર્ષથી ફરિયાદીની ચની કિટલી ઉપર આવીને દાદાગીરી કરીને મફતમાં ચા પીને જતો રહેતો હતો.
ગત તા. ૨ના રોજ રાતે ૧ વાગે ઓરોપી ચા પીવા માટે આવ્યો હતો તો ફરિયાદીએ તેની પાસે રૃપિયાની માંગણી કરતા ગાળો બોલીને થોડીવારમાં પરત આવીને ફરિયાદીને ચાની કીટલી આગલ ટેબલ ખુરસી ઉંધા કરીને તોડફોડ કરી હતી અને દુકાનનુ ંકાઉન્ટર પણ ઉંધુ કરીને નાસ્તાની બરણીનો તોડફોડ કરી હતી યુવકને માર મારતાં તે કીટલી બંધ કરીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે રખિયાલ પોલીસમાં ફરિયાદ કરી હતી તો યુવક જામીન ઉપર છૂટીને ગઇકાલે રાતે આવ્યો હતો અને દુકાનદારાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.