Get The App

પત્નીને પતિની નજર સામે છેડતી કરી ઢોર માર મારી લોહી લુહાણ કરી

પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પડોશી યુવકે પતિને ગાળો બોલી તકરાર કરી હતી

લાકડી મારી આબરુ લેવાના ઇરાદે શારિરીક અડપલાં કરી કપડાં પણ ફાડી નાંખ્યા

Updated: Oct 8th, 2024

GS TEAM

Google News
Google News
પત્નીને પતિની નજર સામે છેડતી કરી ઢોર માર મારી લોહી લુહાણ કરી 1 - image


અમરાઇવાડીમાં ગરબા રમીને પતિ-પત્ની  ઘરે પરત ફર્યા હતા અને પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પડોશી યુવકે મહિલાના પતિને લાકડીથી પગે માર માર્યા હતો બાદમાં મહિલાની શખ્સે તેના પતિ નજર સામે જ છેડતી કરીને  મહિલાને પણ બેઝબોલના દંડાથી  માર મારીને લોહી લુહાણ કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસેં છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં પતિને પગે લાકડી મારી નીચે પાડયા બાદ પત્નીને માથામાં પગે લાકડી મારી આબરુ લેવાના ઇરાદે શારિરીક અડપલાં કરી કપડાં પણ ફાડી નાંખ્યા

અમરાઇવાડીમાં ૪૦ વર્ષીય મહિલાએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સોમવારે રાતે મહિલા અને પતિ પોતાના બાળકો સાથે તેમના ઘરની સામે આવેલ મેદાનમાં ગરબા રમવા ગયા હતા. જે બાદ તેઓ પરિવાર સાથે પરત આવ્યા હતા અને ઘર પાસે ઉભા હતા. ત્યારે  શખ્સ તેમના પતિની સામે જોઇને કઇ બોલતો હતો. જેથી મહિલાના પતિએ તેને પૂછવા જતા તે ઉશ્કેરાઇને ગાળો બોલીને તકરાર કરવા લાગ્યો હતો. જેથી મહિલા ત્યાં જતા ગાળો બોલ્યો હતો ત્યારબાદ  આરોપી મહિલાના પતિને માર મારવા લાગ્યો હતો. 

જેથી મહિલા છોડાવવા વચ્ચે પડતા શખ્સે છેડતી કરીને કપડા ફાડયા હતા. એટલું જ નહિ શખ્સે મહિલા અને તેના પતિને બેઝબોલના દંડાથી માર્યા હતા મહિલાને માથામાં લાકડી મારીને લોહી લુહાણ કરી હતી  આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા શખ્સે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત મહિલા અને તેના પતિને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. 

Tags :