અમદાવાદ તા. 20 જુલાઈ 2019, શનિવાર
ગુજરાતના વધુ એક આઇએએસ અધિકારીની કેન્દ્રમાં નિમણૂક થઈ છે. હાલમાં વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા આઇએસ અજય ભાદુની પ્રેસિડેન્ટના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે. 1999 બેચના અને ગુજરાત કેડરના આ અધિકારીએ 2017માં આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ફરજ બજાવી હતી. આગળ તેઓએ પોર્ટ ડિપાર્ટમેન્ટમાં પણ સેવા આપી હતી.


