ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ચલચિત્ર નીતિ જાહેર
અમદાવાદ, તા. 9 માર્ચ 2019 શનિવાર
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ–2019” ની નીતિના મહત્વના અંશો
ગ્રેડીંગ માટે નવી ત્રણ કેટેગરી (A+, E અને F) ઉમેરવામાં આવી. આર્થિક સહાયની રકમમાં રૂા.25 લાખ સુધીનો વધારો કરીને રૂ.75 લાખ સુધીની કરવામાં આવી છે.
ગ્રેડીંગ માટે લઘુતમ ગુણના ધોરણો 41થી ઘટાડીને 21 કરવામાં આવ્યા છે. ગ્રેડીંગ માટે વેચાયેલી ટિકિટોના 20 માર્ક્સ માટે ટિકિટોની સંખ્યાનું ધોરણ 2,00,000 ટિકિટોથી ઘટાડીને 50,000નું કરવામાં આવ્યું છે.
ગ્રેડીંગ માટે નવા પાસાઓ (Sound, VFX, Choreography, Action વિગેરે) ઉમેરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા ‘‘સ્વર્ણ કમલ’’નો પુરસ્કાર એનાયત કરવામાં આવે. તેવા ગુજરાતી ચલચિત્રને રૂા.2 કરોડની સહાય મળવાપાત્ર થશે.
- 21 જેટલા ગુજરાતી ચલચિત્રોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળેલ નથી. તેવા ચલચિત્રોને રૂા.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવામાં આવશે.
- ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને આપવામાં આવતાં પારિતોષિક (Award) ની સંખ્યા અને રોકડ પુરસ્કારની રકમમાં વધારો.
- અરજી કરવા માટે સેન્સર સર્ટીફિકેટની તારીખના બદલે ફિલ્મ રીલીઝ થયાની તારીખ ધ્યાને લેવામાં આવશે.
- અન્ય ભાષાના ચલચિત્ર પરથી બનેલ ગુજરાતી ચલચિત્ર (Remake)ને પણ આર્થિક સહાય મળવાપાત્ર થશે.
- જૂની નીતિની નડતર રૂપ જોગવાઈઓ રદ કરવામાં આવી.