અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં કોરોનાના
કેસે સતત ત્રીજા દિવસે નવી રેકોર્ડ સપાટી વટાવી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના
રેકોર્ડ ૨૪,૪૮૫ નવા કેસ સામે આવ્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૦૨૦
વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ
થયા છે, ગત વર્ષની ૬ જૂન બાદ આ સૌથી વધુ દૈનિક મરણાંક છે. રાજ્યમાં ગત વર્ષની ૧૬ મે
બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧ લાખને પાર થયો છે. હાલમાં ૧.૦૪ લાખ દર્દી કોરોનાની
સારવાર હેઠળ છે અને ૧૫૬ દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાતના ૨૨ જિલ્લામાંથી
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૯૮૩૭-ગ્રામ્યમાંથી ૧૨૦
સાથે સૌથી વધુ ૯૯૫૭ કેસનો સમાવેશ થાય છે. બરાબર ૮ દિવસ અગાઉ ૧૨ જાન્યુઆરીના સમગ્ર રાજ્યમાંથી
૯૯૪૧ કેસ નોંધાયા હતા અને તેટલા જ કેસ માત્ર અમદાવાદમાંથી સામે આવ્યા છે. જેના ઉપરથી
જ અમદાવાદ અને ગુજરાતમાં સર્જાઇ રહેલી ચિંતાજનક સ્થિતિનો તાગ મેળવી શકાય છે. સુરત શહેરમાંથી
૨૯૮૧-ગ્રામ્યમાંથી ૭૨૮ સાથે ૩૭૦૯, વડોદરા શહેરમાંથી ૨૮૨૩-ગ્રામ્યમાંથી ૩૭૧ સાથે ૩૧૯૪,
રાજકોટ શહેરમાંથી ૧૩૩૩-ગ્રામ્યમાંથી ૧૮૮ સાથે ૧૫૨૧ કેસ સામે આવ્યા છે. આમ, ચાર જિલ્લામાં
કોરોનાના ૧ હજારથી વધુ નવા કેસ નોંધાઇ ચૂક્યા છે.
રાજ્યમાંથી અન્યત્ર
ગાંધીનગર શહેરમાં ૫૦૯-ગ્રામ્યમાં ૨૨૫ સાથે ૭૩૪, જામનગર શહેરમાં ૪૭૧-ગ્રામ્યમાં ૧૨૮
સાથે ૫૯૯, ભાવનગર શહેરમાં ૫૨૯-ગ્રામ્યમાં ૫૮ સાથે ૫૮૭, આણંદમાં ૫૫૮, વલસાડમાં ૪૪૬,
ભરૃચમાં ૪૦૮, મહેસાણામાં ૩૫૪, કચ્છમાં ૩૪૬, નવસારીમાં ૨૯૭, મોરબીમાં ૨૦૬, પાટણમાં ૧૮૦,
બનાસકાંઠામાં ૧૭૪, જુનાગઢ શહેરમાં ૧૨૯-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૫૯, સુરેન્દ્રનગરમાં ૧૫૬, અમરેલીમાં ૧૨૮, પોરબંદરમાં
૧૧૭, ખેડામાં ૧૧૨, સાબરકાંઠામાં ૧૧૧, પંચમહાલમાં ૧૧૦, દાહોદમાં ૮૨, તાપીમાં ૭૦, દેવભૂમિ
દ્વારકામાં ૪૫, ગીર સોમનાથમાં ૪૦, મહીસાગરમાં ૨૪, અરવલ્લીમાં ૧૮, બોટાદમાં ૧૫, નર્મદામાં
૧૪, ડાંગમાં ૯, છોટા ઉદેપુરમાં ૫ કેસ સામે આવ્યા હતા.
આ સાથે જ રાજ્યમાં
કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૦ લાખને પાર થઇ ગયો છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૧૦,૦૧,૫૬૩
વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૭, સુરતમાંથી
૨, જામનગર-ગાંધીનગર-રાજકોટ-ખેડામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી
કુલ મરણાંક ૧૦,૧૯૯ છે.
ગુજરાતમાં ૧,૦૪,૮૮૮
એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦,૩૧૦
દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૮૬,૪૭૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા
છે અને સાજા થવાનો દર વધુ ઘટીને ૮૮.૫૧% થઇ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં
કયા જિલ્લામાં કોરોનાના વધુ નવા કેસ?
જિલ્લો નવા એક્ટિવ
અમદાવાદ ૯,૯૫૭ ૩૮,૦૩૮
સુરત ૩,૭૦૯ ૨૫,૭૨૬
વડોદરા ૩,૧૯૪ ૧૧,૭૬૬
રાજકોટ ૧,૫૨૧ ૬,૨૯૮
ગાંધીનગર ૭૩૪ ૨,૯૩૬
જામનગર ૫૯૯ ૨,૦૫૭
ભાવનગર ૫૮૭ ૨,૮૦૪
આણંદ ૫૫૮ ૧,૧૭૯
વલસાડ ૪૪૬ ૨,૧૫૧
ભરૃચ ૪૦૮ ૧,૧૯૯
છેલ્લા ૮ દિવસમાં
એક્ટિવ કેસમાં બમણો વધારો
તારીખ એક્ટિવ કેસ
૧૧ ૩૭,૨૩૮
૧૨ ૪૩,૭૨૬
૧૩ ૫૦,૬૧૨
૧૪ ૫૫,૭૯૮
૧૫ ૫૯,૫૬૪
૧૬ ૬૩,૬૧૦
૧૭ ૭૦,૩૭૪
૧૮ ૭૯,૬૦૦
૧૯ ૯૦,૭૨૬
૨૦ ૧,૦૪,૮૮૮

