Get The App

ગુજરાતમાં વધુ ૯૬૮ને કોરોના : ૧૯૩ દિવસે ૪૭૦૦થી વધુ એક્ટિવ કેસ

-૬૫% એક્ટિવ કેસ માત્ર અમદાવાદ, સુરતમાં

-ઓમિક્રોનનો એકપણ નવો કેસ નહીં : કોરોનાથી ૧ મૃત્યુ :૩૦ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : ૪,૭૫૩ દર્દી સારવાર હેઠળ

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં દસ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસની ગતિમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે વલસાડમાં કોરોનાથી ૧ મૃત્યુ થયું છે. રાજ્યમાં ૨૩ જૂન એટલે કે ૧૯૩ ર્દિવસ બાદ સૌથી વધુ ૪૭૫૩ એક્ટિવ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોનનો એકપણ  નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૯૬-ગ્રામ્યમાં ૮ સાથે ૪૦૪ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાંથી અન્યત્ર સુરત શહેરમાં ૨૦૯-ગ્રામ્યમાં ૧૪ સાથે ૨૨૩, વડોદરા શહેરમાં ૬૪-ગ્રામ્યમાં પાંચ સાથે ૬૯, રાજકોટ શહેરમાં ૪૦-ગ્રામ્યમાં ૨૦ સાથે ૬૦, ખેડામાં ૩૬, આણંદમાં ૨૯, વલસાડમાં ૨૭, નવસારીમાં ૨૧, ગાંધીનગર શહેરમાં ૧૪-ગ્રામ્યમાં ૬ સાથે ૨૦, કચ્છમાં ૧૭, ભાવનગર શહેરમાં ૯-ગ્રામ્યમાં ૧ સાથે ૧૦, ભરૃચમાં ૯, જુનાગઢ શહેરમાં ચાર-ગ્રામ્યમાં ચાર સાથે ૮, ગીર સોમનાથમાં પાંચ, જામનગર શહેરમાં બે-ગ્રામ્યમાં બે સાથે ચાર, અમરેલી-મહીસાગરમાં ચાર, દેવભૂમિ દ્વારકા-મહેસાણા-મોરબી-તાપીમાં ૩, બનાસકાંઠા-પંચમહાલ-સાબરકાંઠામાં કોરોનાના બે-બે નવા કેસ નોંધાયા હતા. આમ, ૨૩ જિલ્લામાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૩૩,૭૬૯ થઇ ગયા છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૧૨૦ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૮૯૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૨૨% છે. રાજ્યમાં હાલ કુલ ૪૭૫૩ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે.

અમદાવાદમાં સૌથી વધુ ૨૨૬૨  જ્યારે સુરતમાં ૮૨૪ સાથે સૌથી વધુ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. હાલમાં માત્ર પાટણ-છોટા ઉદેપુર-બોટાદ જ એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ નવો કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૧,૪૭૩ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝ હવે ૮.૯૬ કરોડ છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો          નવા કેસ       એક્ટિવ કેસ

અમદાવાદ     ૪૦૪           ૨,૨૬૨

સુરત          ૨૨૩            ૮૨૪

વડોદરા        ૬૯             ૩૨૮

રાજકોટ        ૬૦             ૩૫૮

ખેડા           ૩૬             ૧૧૯

આણંદ        ૨૯             ૧૫૨

વલસાડ      ૨૭             ૧૦૧

નવસારી      ૨૧              ૬૪

ગાંધીનગર    ૨૦             ૧૧૩

કચ્છ          ૧૭               ૭૨

 

ગુજરાતના કયા જિલ્લામાં ઓમિક્રોનના વધુ કેસ?

જિલ્લો           કુલ કેસ      ડિસ્ચાર્જ

અમદાવાદ       ૫૦            ૨૪

વડોદરા          ૨૪            ૨૦

સુરત            ૧૬            ૧૨

આણંદ           ૧૩           ૦૭

ખેડા              ૦૭           ૦૬

રાજકોટ           ૦૬          ૦૧

ગાંધીનગર       ૦૫          ૦૪

મહેસાણા         ૦૪          ૦૪

જામનગર         ૦૩         ૦૩

ભરૃચ             ૦૨         ૦૧

કચ્છ              ૦૨         ૦૦