mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કોરોના નિયંત્રણ મુક્ત ગુજરાત સરકારે તમામ પ્રતિબંધ હટાવ્યા

Updated: Feb 28th, 2022

કોરોના નિયંત્રણ મુક્ત ગુજરાત સરકારે તમામ પ્રતિબંધ હટાવ્યા 1 - image


લગ્ન, રાજકીય, ધાર્મિક પ્રસંગે ભેગા થવાની મર્યાદા દૂર કરાઇ

જાહેર સ્થળોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ યથાવત, બંધ જગ્યાએ વેન્ટિલેશન અનિવાર્ય

સરકારી- અર્ધ સરકારી કચેરીઓમાં કોરોનાની રસીનું પ્રમાણપત્રની જરૂર નથી, માત્ર સ્વઘોષણાથી પણ પ્રવેશ 

અમદાવાદ : કોરોનાને હળવા પગલે વિદાય લીધી છે જેના કારણે કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાત્રિ કરફ્યુમાંથી ગુજરાત મુક્ત થયુ છે. હવે રાજ્ય સરકારે કોરોનાના તમામ પ્રતિબંધ હટાવી લીધા છે. ટૂંકમાં ગુજરાત હવે કોરોના નિયંત્રણ મુક્ત રાજ્ય બન્યુ છે. લગ્ન સહિત અન્ય પ્રસંગોએ લોકોને એકઠા થવાની મર્યાદા પણ દૂર કરી દેવામાં આવી છે. 

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ લગભગ ઘટયુ છે. મૃત્યુ દરનુ પ્રમાણ પણ નહિવત રહ્યુ છે આ કારણોસર રાજ્ય સરકારે ગત સપ્તાહે જ અમદાવાદ ઉપરાંત વડોદરા શહેરને ય કરફ્યૂ મુક્તિ આપી હતી. અગાઉ આઠ શહેરોમાં રાત્રિના 12થી સવારના પ વાગ્યા સુધીનો કરફ્યૂ અમલી બનાવાયો હતો. 

પાટનગર ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં  કોરોનાની સિૃથતીની સમિક્ષા કરવામાં આવી હતી. ઘટતાં જતા ંકેસોને પગલે રાજ્ય સરકારે તમામ પ્રતિબંધો ઉઠાવી  લેવા નિર્ણય કર્યો હતો. લગ્ન, સામાજીક, રાજકીય ઉપરાંત ધાર્મિક પ્રસંગોએ લોકોના એકઠા થવાની બધીય મર્યાદા દૂર કરી દેવામાં આવી છે.  સરકારની આ જાહેરાતને કારણે લાબાં સમય બાદ લોકોએ હાશકારો અનુભવ્યો છે. 

સરકારે એવુ નક્કી કર્યુ છેકે, બોર્ડ નિગમ,આૃર્ધ સરકારી,સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાની રસીનું સર્ટિફિકેટ ફરજિયાત હતુ. પણ હવે સરકારી કચેરીઓમાં સર્ટીની જરૂર નથી બલ્કે માત્ર મુલાકાતી સેલ્ફ ડેકલેરશન આધારે પણ પ્રવેશ મેળવી શકશે. 

રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓમાં આ નિયમનુ પાલન કરવા સૂચના આપી દીધી છે. જોકે, સરકારે જાહેર સૃથળોએ પર માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.

આ ઉપરાંત હોલ સહિતના બંધ સૃથળોએ વેન્ટિેલેશન ફરજિયાત હોય તે માટેના આદેશ કર્યા છે. રાજ્ય સરકારે કોરોનાના તમામ પ્રતિબંધો ઉઠાવી લેતા ગુજરાતમાં ફરી એકવાર આૃર્થતંત્ર દોડતુ થશે.બજારો ધમધમતા થશે અને અમદાવાદ જેવા શહેરોમાં રાત્રિ રોનક પણ ફરી જામશે.

Gujarat