ગુજરાતમાં વધુ 919 સાથે કોરાનાના કુલ કેસનો આંક 45,000ને પાર
- 11302 એક્ટિવ કેસ: છેલ્લા 24 કલાકમાં 10ના મૃત્યુ
- સુરતમાં 265-અમદાવાદમાં 181 કેસ નોંધાયા: પાટનગર ગાંધીનગરમાં પણ હવે 1,000થી વધુ કેસ
અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં કોરોનાના
૯૦૦થી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં
વધુ ૯૧૯ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૫૫૬૮ થઇ ગયો છે. માત્ર જુલાઇ માસના
૧૬ દિવસમાં જ ગુજરાતમાં કુલ ૧૨૯૨૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૧૧૩૦૨
છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૦ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૨૦૯૧ થયો છે.
અમદાવાદ કરતાં
સુરતમાં વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ પણ પણ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત
શહેરમાં ૨૧૭-સુરત ગ્રામ્યમાં ૪૮ એમ કુલ ૨૬૫ કેસ નોંધાયા હતા. સુરતમાં હવે કોરોનાના
કુલ કેસનો આંક ૮૯૦૭ છે. જૂન મહિનાના અંત સુધી સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક ૫૦૩૦
હતો. આમ, જુલાઇના ૧૬ દિવસમાં જ કોરોનાના કુલ ૩૮૭૭ કેસ નોંધાયા છે. સુરતમાં હાલ એક્ટિવ
કેસ ૩૦૪૬ છે. બીજી તરફ અમદાવાદમાં વધુ ૧૮૧ સાથે કોરોનાના કુલ કેસનો આંક ૨૩૭૮૦ થયો છે.
જુલાઇના ૧૬ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૨૮૬૭ કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં ૩૬૨૧
એક્ટિવ કેસ છે. પાટનગર ગાંધીનગમાં વધુ ૨૭ સાથે કોરોનાના કુલ કેસનો આંક ૧ હજારને પાર
થયો છે. અમદાવાદ-સુરત-વડોદરા બાદ ગાંધીનગર એવો ચોથો જિલ્લો છે જ્યાં કોરોનાના ૧ હજારથી
વધુ કેસ નોંધાયેલા છે. ગાંધીનગરમાં ૩૦ જૂન સુધી કોરોનાના કુલ ૬૫૪ કેસ હતા.
છેલ્લા ૨૪ કલાકમાં
જે જિલ્લામાં વધારે કેસ નોંધાયા તેમાં ૭૪ સાથે વડોદરા, ૫૧ સાથે રાજકોટ, ૫૦ સાથે ભાવનગર,
૩૯ સાથે જુનાગઢ, ૨૯ સાથે ભરૃચનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપી-પોરબંદર-દેવભૂમિ
દ્વારકા-ડાંગ સિવાય તમામ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં હાલ ૧૧૩૦૨
એક્ટિવ કેસમાંથી ૭૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫, સુરતમાંથી
૫ એમ કુલ ૧૦ના કોરોનાથી મૃત્યુ થયા છે. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૫૩૨-સુરતમાં
૨૩૪ થયો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ ૩.૫૬ લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં ૨૪
કલાકમાં ૧૧૪૬૩ ટેસ્ટ
ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં ૧૧૪૬૩ કોવિડ ટેસ્ટ કરાયા છે, જે અત્યારસુધીમાં સંભવતઃ સૌથી વધુ છે. આ સાથે
જ ગુજરાતમાં કુલ ટેસ્ટનો આંક હવે ૪,૯૯,૧૭૦ થયો છે. જુલાઇના ૧૬ દિવસમાં ગુજરાતમાં ૧,૨૫,૫૫૭
ટેસ્ટ થયેલા છે. હાલમાં ગુજરાતના જે જિલ્લામાં કોરોનાના કુલ સૌથી વધુ ટેસ્ટ થયા હોય
તેમાં અમદાવાદ ૧.૬૦ લાખ સાથે મોખરે છે.
સૌથી વધુ એક્ટિવ
કેસ
જિલ્લો એક્ટિવ કેસ
અમદાવાદ ૩૬૨૧
સુરત ૩૦૪૬
વડોદરા ૬૯૫
ભાવનગર ૫૪૬
રાજકોટ ૫૩૦
ગાંધીનગર ૨૭૭
મહેસાણા ૨૬૫
સુરેન્દ્રનગર ૨૪૬
વલસાડ ૨૧૯
ભરૃચ ૨૦૩
કયા જિલ્લામાં
કોરોનાથી વધુ મૃત્યુ?
જિલ્લો મૃત્યુ
મુંબઇ ૫૫૨૩
થાણે ૧૯૦૭
અમદાવાદ ૧૫૩૨
ચેન્નાઇ ૧૩૩૮
પૂણે ૧૨૩૭