Get The App

ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો, જુલાઈના છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધારે કેસ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો, જુલાઈના છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધારે કેસ 1 - image

અમદાવાદ, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

દેશમાં આજથી અનલોક-2 પૂર્ણ  થવાનું છે અને આવતીકાલથી અનલોક-3 શરૂ થવાનું છે ત્યારે રાજ્યામાં જુલાઈ માસમાં જ કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવા આંકડાં સામે આવ્યા છે. જુલાઈના અંતિમ 10 દિવસમાં રાજ્યમાં 10 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. જુલાઇ મહિનામાં રાજ્યમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપી બન્યું છે. રાજ્યમાં કોરોન સંક્રમણ મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી પહોંચી ગયું છે.

કોરોનાના કારણે સમગ્ર દેશ લોકડાઉન હતો અને સરકારે કોરોના સાથે જ જીવતા શિખવું પડશે તેવી નેમ સાથે દેશને અનલોક કરવાની જાહેરાત કરી. જેમાં થોડી છૂટછાટો સાથે ધંધા રોજગાર શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી. અનલોક-2ની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાતમાં અનલોક-2ના અઠવાડિયાઓની સ્થિતિ કંઈક આવી હતી.

        અનલોક-2 પોઝિટિવ કેસ
         પહેલું અઠવાડિયું                4,993
         બીજું અઠવાડિયું                6,087
         ત્રીજું અઠવાડિયું                 6,742
          છેલ્લા 10 દિવસ              10,973


છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધારે કેસ

રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં દરરોજના સરેરાશ 934 કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં 10,973 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 7,667 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 240 ના મોત થયાં છે.

ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો, જુલાઈના છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધારે કેસ 2 - image



છેલ્લા એક મહિનામાં 28,795 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોનાની સ્થિતિનો ગ્રાફ ઝડપી રહ્યો. રાજ્યમાં જુલાઈની કોરોનાની સ્થિતિ જોવામાં આવે તો છેલ્લા એક મહિનામાં કુલ 28,795 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21,237 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયાં છે અને આ મહિનામાં 593 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 73.09% છે.

આજે રાજ્યમાં 1153 નવી કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1153 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2441 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1153 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 219 અને જિલ્લામાં 65 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 140 અને જિલ્લામાં 36 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 80 અને જિલ્લામાં 14 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 48 અને જિલ્લામાં 31 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,009 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 44,907 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2441 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ176
સુરત284
વડોદરા94
ગાંધીનગર40
ભાવનગર44
બનાસકાંઠા14
આણંદ11
રાજકોટ79
અરવલ્લી2
મહેસાણા40
પંચમહાલ21
બોટાદ4
મહીસાગર12
ખેડા14
પાટણ13
જામનગર42
ભરૂચ21
સાબરકાંઠા11
ગીર સોમનાથ16
દાહોદ14
કચ્છ20
નર્મદા9
વલસાડ26
નવસારી16
જૂનાગઢ20
પોરબંદર9
સુરેન્દ્રનગર36
મોરબી29
તાપી2
અમરેલી26
અન્ય રાજ્ય5
Tags :