Get The App

અનલોક-2ના 30 દિવસ: 27 હજારથી વધારે કેસ, 500થી વધારે મોત. જાણો આજના આંકડા

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
અનલોક-2ના 30 દિવસ: 27 હજારથી વધારે કેસ, 500થી વધારે મોત. જાણો આજના આંકડા 1 - image

અમદાવાદ, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર

દેશમાં અનલોક-2ના આજે 30 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે. દેશમાં અનલોક-3ની ગાઈડલાઈન જાહેર થઈ ચુકી છે. આ વચ્ચે અનલોક-2ની ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. સાથોસાથ રિકવર થતા દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

અનલોક-2ના 30 દિવસોમાં ગુજરાતમાં 27,642 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20,404 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 570 દર્દીઓના કોરોનાને કારણે મોત થયાં છે.

આજે રાજ્યમાં 1159 નવા કેસ નોંધાયા, 22ના મોત, 879 સ્વસ્થ થયાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1159 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 22 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2418 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 879 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1159 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 217 અને જિલ્લામાં 54 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 143 અને જિલ્લામાં 14 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 78 અને જિલ્લામાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 53 અને જિલ્લામાં 33 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 84 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,709 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 44,074 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2418 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ157
સુરત271
વડોદરા96
ગાંધીનગર37
ભાવનગર46
બનાસકાંઠા28
આણંદ11
રાજકોટ86
અરવલ્લી3
મહેસાણા18
પંચમહાલ23
બોટાદ13
મહીસાગર16
ખેડા15
પાટણ22
જામનગર40
ભરૂચ35
સાબરકાંઠા15
ગીર સોમનાથ8
દાહોદ31
છોટા ઉદેપુર13
કચ્છ12
નર્મદા16
દેવભૂમિ દ્વારકા1
વલસાડ22
નવસારી15
જૂનાગઢ34
પોરબંદર2
સુરેન્દ્રનગર34
મોરબી12
તાપી1
ડાંગ2
અમરેલી24
Tags :