Get The App

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1068 પોઝિટિવ કેસ નોંધાયા, 26ના મોત, 872 સ્વસ્થ થયાં

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1068 પોઝિટિવ કેસ નોંધાયા, 26ના મોત, 872 સ્વસ્થ થયાં 1 - image

અમદાવાદ, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો દરરોજ ચિંતાજનક આવી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે કોરોના સંક્રમિતોનો આંકડો 1 હજારને પાર રહ્યો.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1068 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 26 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2283 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 53,631 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 872 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1068 કેસમાંથી સુરતમાં 309 કેસ, અમદાવાદમાં 176 કેસ, વડોદરામાં 92 કેસ, રાજકોટમાં 59 કેસ, ભાવનગરમાં 39 કેસ, ગાંધીનગરમાં 26 કેસ નોંધાયા છે.

સુરતની સ્થિતિ

આજે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 219 અને જિલ્લામાં 93 કેસ સાથે કુલ 309 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં આજે 227 દર્દીઓ સ્વસ્થ થયાં છે, 12 દર્દીઓના મોત થયાં છે. સુરતમાં કોરોનાનો કુલ આંકડો 11,097 થયો છે, 7655 દર્દીઓ સ્વસ્થ થયાં છે. સુરતમાં કુલ 338 દર્દીઓના કોરોનાના કારણે મોત થયાં છે. સુરતમાં હાલ કોરોનાના 3110 એક્ટિવ કેસ છે.

અમદાવાદની સ્થિતિ

આજે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 161 અને જિલ્લામાં 15 કેસ સાથે કુલ 176 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે કુલ 205 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 3ના મોત થયાં છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 25,349 થયો છે, 20,049 દર્દીઓ સ્વસ્થ થયાં છે. કુલ મૃતકઆંક 1569 થયો છે. અમદાવાદમાં 3730 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 13 લાખને પાર

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. આજે સાંજે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 13 લાખને પાર થયો છે. તેમજ મૃતકોનો આંકડો 30 હજારને પાર થઈ ચુક્યો છે. કોરોનાના કારણે મોતના મામલે ભારત વિશ્વમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. મોતના મામલે હવે ભારતથી આગળ અમેરીકા, બ્રાઝિલ, બ્રિટન, મેક્સિકો અને ઈટલી છે.

Tags :