ગુજરાતમાં આજે નોંધાયેલા કેસનો આંકડો 1 હજારની નજીક, 20ના મોત, 777 સ્વસ્થ થયા
અમદાવાદ, તા 17 જુલાઈ 2020, શુક્રવાર
ગુજરાતમાં કોરોના સંક્રમણની ગતિ દિનપ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોનો આંકડો 1 હજારની નજીક પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 998 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2167 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 49439 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 777 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 998 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 209 અને જિલ્લામાં 75 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 178 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 60 અને જિલ્લામાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 40 અને જિલ્લામાં 16, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 26 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 78 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 11,535 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 35,659 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2167 થયો છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત