રાજ્યમાં કોરોનાનો કેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 498 કેસ નોંધાયા, 29ના મોત
અમદાવાદ, તા. 06 જુન 2020, શનિવાર
રાજ્યમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. આજે પણ કોરોનાના કેસનો આંકડો 500 નજીક રહ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 498 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
એક તરફ દેશ અનલોક-1 તરફ આગળ વધી રહ્યો છે તેની સાથે-સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોની રફ્તાર વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 498 નવા કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 313 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 13324 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 498 કેસ પૈકી આજે અમદાવાદમાં 289 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 92 કેસ, વડોદરામાં 34 નોંધાયા છે. ગાંધીનગરમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસોના આંકડો પણ 20 હજારની નજીક પહોંચી રહ્યો છે રાજ્યમાં કુલ કેસો 19617 થયાં છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5013 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 13324 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1219 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 245,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત
અમદાવાદ |
289 |
સુરત |
92 |
વડોદરા |
34 |
ગાંધીનગર |
20 |
રાજકોટ |
08 |
વલસાડ |
07 |
મહેસાણા |
06 |
પાટણ |
06 |
સાબરકાંઠા |
05 |
કચ્છ |
05 |
બનાસકાંઠા |
04 |
પંચમહાલ |
04 |
ભરૂચ |
03 |
છોટા ઉદેપુર |
03 |
ભાવનગર |
02 |
અરવલ્લી |
02 |
આણંદ |
02 |
ખેડા |
02 |
ગીર સોમનાથ |
02 |
નવસારી |
02 |
કુલ |
498 |