અમદાવાદ, તા. 01 જુન 2020, સોમવાર
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 લોકોના મૃત્યુ થયા છે. આજે એક જ દિવસમાં કુલ 861 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10,780 ડિસ્ચાર્જ થયા છે.
સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 423 કેસ પૈકી આજે અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક 300ને પાર થઈ ગયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 314 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 39 કેસ, વડોદરામાં 31 નોંધાયા છે.
ગુજરાતમાં વધુ 423 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 17,217 થઇ ગઇ છે. જેમાંથી 65 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5309 લોકો સ્ટેબલ છે, તો 10780 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 1063 લોકોના મોત નીપજ્યાં છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા પોઝિટિવ કેસ
| અમદાવાદ | 314 |
| સુરત | 39 |
| વડોદરા | 31 |
| ગાંધીનગર | 11 |
| બનાસકાંઠા | 03 |
| રાજકોટ | 03 |
| વલસાડ | 01 |
| પંચમહાલ | 01 |
| મહીસાગર | 01 |
| મહેસાણા | 06 |
| સાબરકાંઠા | 03 |
| આણંદ | 02 |
| અરવલ્લી | 01 |
| પાટણ | 01 |
| પોરબંદર | 02 |
| ભાવનગર | 01 |
| સુરેન્દ્રનગર | 01 |
| અન્ય રાજ્ય | 02 |
| કુલ | 423 |


