Get The App

૧૨ સાયન્સનું ૩૦ ટકાથી ઓછુ અને ૧૨ સા.પ્ર.નું ૬૦ ટકાથી વધુ રિઝલ્ટ

ગુજરાત બોર્ડ દ્વારા પુરક પરીક્ષાનું પરિણામ જાહેર

પ્રથમવાર સા.પ્ર.નું સૌથી વધુ ૬૨.૭૨ ટકા રિઝલ્ટ સાયન્સ-સા.પ્ર.બંનેમાં વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ વધારે

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે.જેમાં ૧૨ સાયન્સનું ૨૯.૨૯ ટકા અને ૧૨ સા.પ્ર.નું રેકોર્ડબ્રેક ૬૨.૭૨ ટકા પરિણામ રહ્યુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષામાં પ્રથમવાર સૌથી વધુ ૨૩૪૯૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહ અને સાયન્સ બંનેમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ વધારે છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાયા બાદ એકથીબે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવે છે. આ વર્ષે ૧૮થી૨૨ જુલાઈ દરમિયાન રાજ્યના મુખ્ય કેન્દ્રોમાં ધો.૧૦, ૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.ની પુરક પરીક્ષા લેવામા આવી હતી.આ વર્ષે ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષામા નોંધાયેલા ૧૪૦૩૯ વિદ્યાર્થીમાંથી ૧૨૨૫૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૫૮૮ વિદ્યાર્થી પાસ થતા ૨૯.૨૯ ટકા રિઝલ્ટ રહ્યુ છે. ૧૨ સાયન્સમાં છોકરાઓમાં એ ગુ્રપમાં ૧૮૪૪૦માંથી ૬૦૦ પાસ થતા ૩૨.૫૪ ટકા અને બી ગ્રપમાં ૪૩૫૦માંથી ૧૨૧૩ પાસ થતા ૨૭.૮૯ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે છોકરીઓમાં એ ગુ્રપમાં ૪૩૫૦માંથી ૧૨૧૩ પાસ થતા ૨૮.૮૯ ટકા અને બી ગુ્રપમાં ૫૬૩૪માંથી ૧૬૩૬ પાસ થતા ૨૯.૫૪ ટકા પરિણામ રહ્યુ છે.આમ એ અને બી ગુ્રપ બંનેમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધારે છે. દિવ્યાંગ કેટેગરીમાં ૨૦ ટકાના પાસિંગ સ્ટાન્ડર્ડનો લાભ લઈને પાસ થયેલા ૧૦ વિદ્યાર્થી છે.

 ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે ૪૧૧૬૭ વિદ્યાર્થી નોંધાયે હતા અન ેજેમાંથી ૩૭૪૫૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.પરીક્ષા આપનારા આ વિદ્યાર્થીઓમાંથી ૨૩૪૯૪ પાસ થતા ૬૨.૭૨ ટકા પરિણામ રહ્યુ છે.જે અત્યાર સુધીનું પુરક પરીક્ષાનું સૌથી વધુ પરિણામ છે.૨૦ ટકાના પાસિંગ સ્ટાન્ડર્ડ સાથે ૨૯ દિવ્યાંગ વિદ્યાર્થી પાસ થયા છે. છોકરાઓમાં  જનરલ સ્ટ્રીમમાં ૨૨૭૬૩માંથી ૧૨૩૯૮ પાસ થતા ૫૫.૮૬ ટકા, વોકેશનલમાં ૪૩માંથી ૧૬ પાસ થતા ૩૭.૨૧ ટકા અને ઉત્તર બુનિયાદીમાં ૧૨૫માંથી ૭૫ પાસ થતા ૬૦ ટકા પરિણામ રહ્યુ છે. છોકરીઓમાં જનરલ સ્ટ્રીમાં ૧૪૪૫૩માંથી ૯૯૬૨ પાસ થથા ૬૮.૯૩ ટકા, વોકેશનલમાં ૨૪માંથી ૯ પાસ થતા ૩૭.૫૦ અને ઉ.બુ.માં ૪૯માંથી ૩૪ પાસ થતા ૬૯.૩૯ ટકા પરિણામ રહ્યુ છે.સંસ્કૃત મધ્યમાનું ૧૦૦ ટકા પરિણામ રહ્યુ છે.આ વર્ષે માત્ર ૫૨ છોકરાઓએ જ પરીક્ષા આપી હતી અને જેમાંથી તમામ પાસ થયા છે.

Tags :