For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૧૨ સા.પ્ર.ના ૨૨થી અને સાયન્સના ૨૫મીથી ફોર્મ ભરાશે

૧૨ સા.પ્ર. માટે ૨૧ ડિસે.સુધી અને ૧૨ સાયન્સ માટે ૨૪ ડિસે.સુધી ફોર્મ ભરવા મુદત

Updated: Nov 18th, 2021

Article Content Imageઅમદાવાદ

ગુજરાત શિક્ષણ બોર્ડની આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.જે અંતર્ગત ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થયા બાદ આજે ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.

૫ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યા મુજબ ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ૨૫મી નવેમ્બરથી ભરાશે અને ૧૨ સા.પ્રની બોર્ડ પરીક્ષાના ૨૨ નવેમ્બરથી ભરાશે. સાયન્સના ફોર્મ ભરવાની મુદ્દત ૨૪ ડિસેમ્બર સુધી રાખવામા આવી છે,જ્યારે સા.પ્ર.ના ફોર્મ ભરવાની મુદ્ત ૨૧ ડિસેમ્બર સુધી રખાઈ છે.

 નિયમિત,ખાનગી અને રીપિટર સહિતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે. સ્કૂલો ખાતેથી જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે.૧૨ સાયન્સ અને સા.પ્ર.બંનેમાં નિયમિત સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ગત વર્ષ જેટલી જ છે.માર્ચમાં બોર્ડની પરીક્ષા લેવામા આવનાર છે. 

Gujarat