ધો.૧૦ બેઝિક ગણિતના વિદ્યાર્થીને સાયન્સમાં બી ગુ્રપમાં પ્રવેશ મળશે
જુલાઈની પુરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીએ એ ગુ્રપમાં પણ પ્રવેશ
CBSE વિદ્યાર્થીને પ્રવેશ અપાતા ગુજરાત બોર્ડ માટે નિર્ણય
અમદાવાદ
ધો.૧૦માં આ
વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા સીબીએસઈ પેટર્નની જેમ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતની
પદ્ધતિ લાગુ કરાઈ છે.ત્યારે સરકારની સૂચનાથી બોર્ડે અગાઉ માત્ર સ્ટાન્ડર્ડ ગણિત
સાથે પાસ વિદ્યાર્થીને જ સાયન્સમાં પ્રવેશની જોગવાઈ કરી હતી.પરંતુ સ્કૂલો,વાલીઓ
અને ક્લાસીસોના દબાણને પગલે સરકારની સૂચનાથી બોર્ડે આ નિયમમાં ફેરફાર કર્યો છે અને
હવે બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીને ધો.૧૧ સાયન્સમાં પ્રવેશ અપાશે.પરંતુ બી
ગુ્રપમાં પ્રવેશ મળશે.જ્યારે એ ગુ્રપમાં પ્રવેશ માટે બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીએ
પુરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડશે.
સીબીએસઈ દ્વારા
બે વર્ષમાં ધો.૧૦માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પ્રશ્નપત્રોની પેટર્ન લાગુ
કરવામા આવી છે.જે વિદ્યાર્થીઓ ૧૧ સાયન્સમાં જવુ નથી તેવા વિદ્યાર્થીઓને ધો.૧૦ પાસ કરવામા
સરળતા રહે તે માટે બેઝિક ગણિતનો વિકલ્પ આપવામા આવે છે.ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ જાહેર
કરાયેલા નિયમ મુજબ સીબીએસઈના ધો.૧૦ના બેઝિક ગણિતના પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની
સાયન્સ સ્કૂલોમાં ધો.૧૧માં એ કે બી કોઈ પણ ગુ્રપમાં પ્રવેશ અપાતો ન હતો.પરંતુ કોરોનાને
લીધે સરકારની સૂચનાથી બોર્ડે ૨૦૨૦માં ખાસ કિસ્સામાં સીબીએસઈના વિદ્યાર્થીઓને સાયન્સમાં
બી ગુ્રપમાં પ્રવેશની મંજૂરી આપી હતી.ત્યારબાદ ચાલુ વર્ષે ૨૦૨૧માં પણ ઘણી સ્કૂલોએ સીબીએસઈના
બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓને સાયન્સમાં પ્રવેશ આપી દીધો હતો અને ઘણા વાલીઓએ-સ્કૂલોએ
પણ બોર્ડને રજૂઆત કરી હતી.જેને પગલે ચાલુ વર્ષે
પણ નાછુટકે સાયન્સમાં પ્રવેશની મંજૂરી આપી દેવાઈ હતી.જો કે ઘણી સ્કૂલોએ તો નિયમ બહાર
જઈને બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને એ ગુ્રપમાં પણ પ્રવેશ આપી દીધો છે.
બોર્ડે તમામ
ડીઈઓને તપાસ કરીને આવી સ્કૂલોની માહિતી અને વિદ્યાર્થીઓની વિગતો મંગાવી
છે.મહત્વનું છે કે સીબીએસઈ બોર્ડના
વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી ગુજરાત બોર્ડની સાયન્સ સ્કૂલોમાં પ્રવેશ આપવો
પડતા ગુજરાત બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના ફોર્મ ભરનારાના
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પણ બી ગુ્રપમાં પ્રવેશની તક આપવા સરકારને દરખાસ્ત
કરી હતી.સરકારે જે મંજૂર રાખી હતી અને આજે શિક્ષણમંત્રી દ્વારા ગુજરાત બોર્ડના
ધો.૧૦ના બેઝિક ગણિતમાં પાસ થનારા વિદ્યાર્થીઓને પણ સાયન્સ પ્રવેશની મંજૂરી આપી
છે.જો કે સાયન્સમાં બી ગુ્રપમાં જ પ્રવેશ મળશે. એ કે એબી ગુ્રપમાં પ્રવેશ નહી
મળે.જે વિદ્યાર્થીઓ માર્ચની બોર્ડ પરીક્ષામાં બેઝિક ગણિત પાસ કર્યા બાદ એ અથવા એબી
ગુ્રપમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેઓએ જુલાઈની પુરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત
વિષયની પરીક્ષા પાસ કરવાની રહેશે.આજથી બોર્ડના ફોર્મ ભરાવાનું શરૃ થતા હવે
સાયન્સમાં બી ગુ્રપમાં જવા માગંતા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ ફોર્મમાં
સીલેક્ટ કરી શકશે.