અમદાવાદ,સોમવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩મી એપ્રિલે લેવાનારી ઈજનેરી-ફાર્મસી માટેની ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત ફરી લંબાવાઈ છે.અગાઉ ૧૬મી સુધીની મુદ્દત રાખવામા આવી હતી.પરંતુ રજૂઆતોને પગલે બોર્ડે ફરી મુદ્દત વધારી છે .
જો કે હવે પછી ફોર્મ ભરનારા વિદ્યાર્થીએ ગુજકેટની નિયત ૩૦૦ રૃપિયાની ફી સાથે ૧૦૦૦ રૃપિયા લેઈટ ફી ભરવી પડશે. ૨૪મી ફેબુ્રઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકાશે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ગુજકેટની પરીક્ષાને લઈને અનેકવાર ફેરફારો કરાયા છે.અગાઉ ગુજરાત બોર્ડે ગુજકેટની પરીક્ષા 30મી માર્ચે જાહેર કરી હતી પરંતુ જેમા ફેરફાર કરીને 11 એપ્રિલ કરાઈ હતી ત્યારબાદ ફરીથી તેમા ફેરફાર કરીને 24મી એપ્રિલ કરવામા આવી છે.જ્યારે ગુજકેટના ફોર્મ ભરવાની મુદ્દત અગાઉ 8 ફેબ્રુઆરી સુધીની હતી જે વધારીને 16મી સુધીની કરવામા આવી હતી.જેમા ફરી મુદ્દતનો વધારો કરીને 24મી ફેબ્રુઆરીની સુધી કરવામા આવી છે. ગુજકેટમાં એ,બી અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ બેસતા હોય છે.હાલ અંદાજે 1.5 લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.