Get The App

GTUનું કોન્વોકેશન ૨૭મીએ અને ગુજરાત યુનિ.નું ૨૯મીએ યોજાશે

GTU દ્વારા ૫૯૪૯૫ વિદ્યાર્થી અને ગુજરાત યુનિ.દ્વારા ૪૯ હજાર વિદ્યાર્થીને પદવી અપાશે

Updated: Jan 26th, 2022

GS TEAM

Google News
Google News
GTUનું કોન્વોકેશન ૨૭મીએ અને ગુજરાત યુનિ.નું ૨૯મીએ યોજાશે 1 - image

અમદાવાદ,

જીટીયુનું કોન્વોકેશન ૨૭મીએ યોજાનાર છે અને ગુજરાત યુનિ.નું કોન્વોકેશન ૨૯મીએ યોજાનાર છે.જીટીયુ દ્વારા બ્લેન્ડેડ મોડમાં અને ગુજરાત યુનિ.દ્વારા સંપૂર્ણ રીતે ઓનલાઈન કોન્વોકેશન યોજાશે.

        જીટીયુના ૧૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં આ વર્ષે ડિપ્લોમાથી માંડી યુજી-પીજી ડિગ્રી અને પીએચડીના ૫૯૪૯૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.૧૪૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સ્ટાર્પઅપ સ્ટુડન્ટને ગોલ્ડ મેડલ અપાશે.ચીફ ગેસ્ટ તરીકે ઝાયડસ કેડિલાના સીએમડી પંકજ પટેલ કોન્વોકેશનમા વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને તેઓ કોન્વોકેશનમાં ઓનલાઈન જોડાશે.આ ઉપરાંત યુનિ.ના કુલાધિપતિ એવા રાજ્યપાલ પણ ઓનલાઈન જ જોડાશે.જ્યારે શિક્ષણમંત્રી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રૃબરૃ હાજર રહેશે તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટસ પણ હાજર રહેશે.

        જ્યારે ગુજરાત યુનિ.દ્વારા ૨૯મીએ ૭૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે.જે સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ મોડમાં યોજાશે.રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિત તમામ ડીન અને પદાધિકારીઓ કોન્વોકેશનમાં ઓનલાઈન જોડાશે. મુખ્યમંત્રી ચીફ ગેસ્ટ તરીકે વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને પણ આ વર્ષે હાજરી નહી અપાય.આ વર્ષે યુનિ.દ્વારા ૧૭૦થી વધુ મેડલ અપાશે.જ્યારે યુજી-પીજી અને પીએચડીના ૪૯ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા આ વર્ષે ૫થી૬ હજાર જેટલા ઓછા છે.