ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ
હિંમતનગરના ફાર્મહાઉસમાથી લીક થયાની અને ૧૨ લાખમાં પેપર વેચાયાની ફરિયાદ
અમદાવાદ
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા રવિવારે ૧૨મી ડિસેમ્બરે લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર
લીક થયુ હોવાની ફરિયાદ ઉઠી છે.હિંમતનગર-પ્રાંતિજના કોઈ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ
શનિવારે જ પેપર લીક થઈ ગયુ હોવાનુ સામે આવ્યુ છે અને ઉમેદવારો પાસે ૧૦થી૧૨ લાખ રૃપિયામાં પેપર પહોંચ્યુ
હોવાની ફરિયાદને પગલે પોલીસે તપાસ પણ શરૃ કરી દીધી હતી.
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની ૧૮૬ જગ્યા
માટે ગઈકાલે ૧૨મીએ અમદાવાદ,સુરત,વડોદરા,ભાવનગર સહિતના આઠ મહાનગરોમાં
લેખિત પરીક્ષા લેવાઈ હતી.આ પરીક્ષામાં નોંધાયેલા દોઢ લાખમાંથી ૮૮ હજાર જેટલા ઉમેદવારો
ઉપસ્થિત રહ્યા હતા.આ પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ શનિવારે લીક થઈ ગયુ હોવાની યુવરાજસિંહ
જાડેજા નામની વ્યક્તિએ પુરાવા સાથે આજે ગાંધીનગરમાં ફરિયાદ ઉઠાવી હતી .ફરિયાદ મુજબ બે નિરિક્ષકો દ્વારા આ પેપર
સોલ્વ કરીને ભાવનગર ખાતે ૩,સુરેન્દ્રનગરમાં ૨ અને વડોદરામાં એક
સહિત કુલ ૭૨ ઉમેદવારો પાસે પહોંચ્યુ હતુ. યુવરાજસિંહે કરેલા આક્ષેપ મુબ હિંમતનગરના
ફાર્મહાઉસમાંથી પેપર લીક થયુ હતુ અને ૧૦થી૧૨ લાખ રૃપિયામાં વેચાયુ છે.
મળતી માહિતી
મુજબ એલઆરડીનું પેપર જે જિલ્લામાંથી લીક થયુ હતુ ત્યાંથી જ હેડ કલાર્કની
પરીક્ષાનું પેપર લીક થયુ છે. હિંમતનગરના જ
કોઈ યુવાન દ્વારા પેપર લીકનો વહિવટ કરવામા આવ્યો હતો અને એક પેપર દીઠ આ વ્યક્તિને
બેથી અઢી લાખ મળતા હતા. એલઆરડીની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ તે જ મોડેસ ઓપરેન્ડી
દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાની શક્યતા છે.આ અંગે ગૌણ સેવા
પસંદગી મંડળના ચેરમેને જણાવ્યુ હતુ કે હજુ સુધી અમારી પાસે પેપર લીક થયાની કોઈ
ફરિયાદ આવી નથી.પરંતુ પોલીસે પોતાની રીતે તપાસ શરૃ કરી છે.સરકાર તરફથી જે પણ આદેશ
મળશે તે મુજબ મંડળ દ્વારા આગળની કાર્યવાહી કરાશે.