અમદાવાદ
ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા જાહેર
કરી દેવાઈ છે.જે મુજબ પ્રથમ તબક્કામાં ૨૨મી નવેમ્બરથી ધો.૧૦ની બોર્ડ પરીક્ષા માટેના
ઓનાલઈન ફોર્મ ભરવાનું શરૃ થશે.
ગુજરાત શિક્ષણ
બોર્ડની માર્ચમાં લેવાનારી ધો.૧૦-૧૨ની પરીક્ષા
અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા દર વર્ષે દિવાળી પહેલા શરૃ થતી હોય છે પરંતુ કોરોનાને
લીધે ગત વર્ષ બાદ આ વર્ષે પણ મોડી શરૃ થતા ૨૨મી નવેમ્બરથી ધો.૧૦ના ફોર્મ ભરવાનું શરૃ
થશે.સ્કૂલોએ વિદ્યાર્થીઓને બોલાવીને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અને ૨૧ ડિસેમ્બર સુધી
ફોર્મ ભરવાની મુદત આપવામા આવી છે.ખાનગી,રેગ્યુલર અને નિયમિત સહિતના તમામ
વિદ્યાર્થીઓનો ફોર્મ ભરાશે.
બોર્ડ દ્વારા ધો.૧૦,૧૨ સા.પ્ર અને ૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મની ફી પણ જાહેર કરવામા
આવી છે.જો કે ગત વર્ષ જેટલી જ ફી રાખવામા આવી છે.ફી વધારો કરાયો નથી.ધો.૧૦માં
નિયમિત વિદ્યાર્થીઓ માટે ૩૫૫,૧૨ સાયન્સમાં ૬૦૫ અને ૧૨
સા.પ્ર.માં ૪૯૦ રૃપિયા ફી છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ છે. ધો.૧૨ સાયન્સ અને ૧૨
સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાન ફોર્મ ભરવાની તારીખ પણ થોડા દિવસોમાં જાહેર કરાશે. આ
વર્ષે બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.


