GMERS મેડિકલ કોલેજોની ૫.૫૦ લાખથી ૧૭ લાખ સુધીની ફી મંજૂર
નવી ચાર ખાનગી કોલેજોની ૮.૨૫ લાખથી ૧૬ લાખ ફી
MBBS બાદ સેવા ન આપનાર પાસેથી બે લાખ વસૂલાશે
અમદાવાદ
સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) હેઠળ અર્ધસરકારી-ખાનગી એવી ૧૩ મેડિકલ કોલેજોની એમબીબીએસ કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની ફી જાહેર કરવામા આવી છે.જેમાં સરકારી ક્વોટાની બેઠકો માટે ૫.૫૦ લાખ ,મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે ૧૭ લાખ અને એનઆરઆઈ ક્વોટા માટે ૨૫ હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામા આવી છે.અગાઉ જીએમઈઆરએસની કોલેજોમાં સરકારી ક્વોટામાં 3.30 લાખ,મેનેજેમન્ટ ક્વોટામાં 9.07 લાખ અને એનઆરઆઈ ક્વોટામાં 22 હજાર યુએસ ડોલર ફી હતી.આમ 70થી90 ટકાનો ફી વધારો કરાયો છે.
જીએમઈઆરએસ
દ્વારા આ નવી ફી બાબતે તમામ મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરી દેવાયો છે અને સાથે
નવા નિયમ મુજબ જીએમઈઆરએસની મેડિકલ કોલેજોમાં એમબીબીએસમાં સરકારી ક્વોટામાં પ્રવેશ મેળવનાર
વિદ્યાર્થીએ અભ્યાસ બાદ એક વર્ષ સેવા આપવાની રહેશે.સેવા નહીં આપનાર વિદ્યાર્થી પાસેથી
એક લાખ રૃપિયા વસૂલાશે.
ગુજરાત મેડિકલ
એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા રાજ્યમાં આવેલી જુની અને નવી સહિતની ૧૩ અર્ધસરકારી-ખાનગી
મેડિકલ કોલેજોની એક વર્ષ માટેની ફી નક્કી કરવામા આવી છે. જેમાં મંજૂર થયેલી એમબીબીએસની
કુલ ૨૧૦૦ બેઠકમાંથી સ્ટેટ ક્વોટાની ૧૫૦૦ અને ઓલ ઈન્ડિયા ક્વોટાની ૭૫ સહિતની ૧૫૭૫ સરકારી
ક્વોટાની બેઠકો (૭૫ ટકા) માટે ૫.૫૦ લાખ રૃપિયા વાર્ષિક ફી રહેશે. જ્યારે ૧૦ ટકા લેખે
મેનેજમેન્ટ ક્વોટાની ૨૧૦ બેઠકો માટે ૧૭ લાખ રૃપિયા ફી રહેશે અને એનઆરઆઈ ક્વોટાની ૧૫
ટકા લેખે ૩૧૫ બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ વાર્ષિક ૨૫ હજાર યુએસ ડોલર ફી ભરવાની
રહેશે. સરકારની મેડિકલ પ્રવેશ સમિતિની કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં એનઆરઆઈ ક્વોટાની
બેઠકો જો ખાલી રહે તો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થશે અને જેની ફી ૧૭ લાખ મુજબ ચુકવવાની
રહેશે.જીએમઈઆરએસ દ્વારા ફી સાથે પ્રવેશના નવા નિયમોમાં જાહેર કરવામા આવ્યુ છે કે સરકારી
ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ એમબીબીએસ અભ્યાસ બાદ એક વર્ષ જીએમઈઆરએસ કોલેજો
સંલગ્ન હોસ્પિટલોમાં ફરજીયાત સેવા આપવાની રહેશે.
નવી
ચાર ખાનગી કોલેજોની ૮.૨૫ લાખથી ૧૬ લાખ ફી
ચાલુ વર્ષે
રાજ્યમાં નવી ચાર ખાનગી મેડિકલ પણ શરૃ થઈ છે ત્યારે સરકારની ફી રેગ્યુલેશન કમિટી
દ્વારા આ ચાર મેડિકલ કોલેજોની એક વર્ષની એડહોક ફી નક્કી કરાઈ છે.
જેમાં સ્વામિનારાયણ-કલોલ કોલેજની સરકારી ક્વોટાની ૮.૨૫ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૫.૭૫ તથા સાલ કોલેજની ૮.૬૫ અને ૧૬ લાખ તેમજ કલોલની અનન્યા કોલેજની ૮.૨૫ અને ૧૫.૧૭૫ તથા સુરતની કિરણ કોલેજની સરકારી ક્વોટાની ૮.૬૫ અને મેનેજમેન્ટ ક્વોટાની ૧૬ લાખ ફી નક્કી કરાઈ છે. આ ઉપરાંત ઝાયડસ કોલેજ-દાહોદની પીજી મેડિકલની સરકારી ક્વોટાની ૧૫.૯૭ અને મેનેજમેન્ટ ક્વોટાની ૨૫.૪૦ લાખ ફી નક્કી કરાઈ છે.
આ
૧૩ કોલેજોની ફી મંજૂર
જીએમઈઆરએસની
સોલા, ગોત્રી, ગાંધીનગર, પાટણ,
હિંમતનગર, જુનાગઢ, વડનગર,
વલસાડ,મોરબી, પોરબંદર,
નવસારી, રાજપીપળા અને ગોધરા સહિતની ૧૩
કોલેજોની નવી ફી મંજૂર કરાઈ છે.