Get The App

વડોદરા નજીક પદમલા હાઇવે પર મહાકાય અજગરનું વાહનની અડફેટમાં મોત

Updated: Sep 5th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરા નજીક પદમલા હાઇવે પર મહાકાય અજગરનું વાહનની અડફેટમાં મોત 1 - image


Vadodara News : વડોદરામાં ટ્રેન તેમજ વાહનની અડફેટમાં મગરો આવી જવાના બનાવોની સાથે ગઈકાલે મહાકાય અજગરનું પણ અકસ્માતમાં મોત નિપજયું હોવાનો બનાવ બન્યો છે.

બે દિવસ પહેલા કરજણ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી ગયેલા મગરનું એક કલાક સુધી ટ્રેન રોકાવી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગની મહેનતને કારણે મગર બચી ગયો છે. 

તો બીજી તરફ વડોદરા પાસે પદમલા હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા મહાકાય અજગર ના મોઢાના ભાગે ભારદારી વાહન ફરી વળતા અંદાજે સાત ફૂટના અજગરનું મોઢું છુંદાઈ ગયું હતું અને તેના મોતનો બનાવ બન્યો છે.

વડોદરા ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા અજગરના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :