FOLLOW US

કુરિયર બોયની ફરિયાદ કરવા જતા ગઠિયાઓએ ૧.૧૨ લાખનો ચૂનો લગાવ્યો

Updated: Mar 18th, 2023


અડાલજના આધેડને બુટની ડિલિવરી સમયસર ન મળી પણ

બે રૃપિયા ચાર્જ વસૂલ્યા બાદ એપ્લિકેશન મારફતે ખાતામાંથી તબક્કાવાર રૃપિયા ઉપાડી લીધા ઃ સાઇબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરના અડાલજ ખાતે રહેતા આધેડને બુટની ડિલિવરી સમયસર ન આપનાર કુરિયર બોયની ફરિયાદ કરવા જતા રૃપિયા ૧,૧૨,૫૦૦ નો ચૂનો લાગ્યો છે. ગૂગલ ઉપરથી કુરિયર કંપનીનો નંબર સર્ચ કરી ફરિયાદ કરવાની લાયમાં સાયબર માફિયાઓનો ભેટો થઈ ગયો હતો. આ મામલે હાલમાં આધેડે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.

ગાંધીનગરના અડાલજ ખાતે રહેતા દિલીપભાઈ પીનનમલ ખત્રી ગત તા. ૨૦  ફેબુ્રઆરીના રોજ ફોર ડી સ્ક્વેર મોલમાં આવેલ શોરૃમમાં બુટ લેવા ગયા હતા. દિલીપભાઈના પગના માપનું બુટ ન મળતા દુકાનદારે ૧૧ નંબરના બુટ ઘરે મોકલી આપવાની વાત કરી હતી. તારીખ ૨૨ ફેબુ્રઆરીના રોજ બપોરના ૧થ૦૦ વાગે કુડાસણની ચીપ રોકેટ બ્રાન્ચમાંથી એક કુરિયર બોય દિલીપભાઈ ના ઘરે આવ્યો હતો અને તેણે તમારા બુટ મારાથી મિસ પ્લેસ થઈ ગયા છે. જેથી એકાદ દિવસમાં શોધીને તમને આપી જઈશ તેમ કહેતા દિલીપભાઈ ગુસ્સે થયા હતા જેથી કુરિયર બોયે કસ્ટમર કેરમાં તેની ફરિયાદ કરી દેવા જણાવ્યું હતું. દિલીપભાઈએ ગૂગલ ઉપર શિપ રોકેટ કુરિયરનો નંબર સર્ચ કરી તેના પર સંપર્ક સાધતા એક બે દિવસમાં તમારા બુટ આવી જશે અને ડિલિવરી શેડયુલરી ચાર્જ ના બે રૃપિયા તમારે આપવા પડશે. હું ઉપર ક્યુ આર કોડ મોકલાવું છું તેમ કહી ક્યુ આર કોડ સાથે લિંક મોકલી આપી હતી. ક્યુ આર કોડ દિલીપભાઈએ સ્કેન કરી બે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ સાથે જ તેમના મોબાઈલ ફોનમાં કસ્ટમર સપોર્ટ એપીકે નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. બાદમાં તારીખ ૨૪ ફેબુ્રઆરીના રોજ સાંજના સમયે દિલીપના એચડીએફસી બેન્કના ખાતામાંથી ૨૦,૦૦૦ અને ૧૫૦૦ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. સાત મિનિટ પછી ૬.૫૮ કલાકે અડાલજની એસબીઆઇ બેન્ક ખાતામાંથી રૃપિયા ૪૯,૯૯૯ તથા રૃપિયા ૨૦,૦૦૦ બાદમાં રૃપિયા ૧૯,૯૯૯ અને રૃપિયા ૧૦૦૦ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. સાઈબરફ ફ્રોડનો ભોગ બન્યા હોવાનું ધ્યાને આવતા જ તેઓએ તુરંત જ સાયબર ક્રાઇની હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ મામલાની પોલીસ તપાસ કરી રહી છે.

Gujarat
Magazines