પરિણીતાને બીભત્સ ઇશારા કરતો ગેરેજવાળો વિધર્મી પકડાયો
સ્કૂટર લઇને જઇ પરિણીતાને બેસી જવા માટે ઇશારા કરતો હતો
વડોદરા,ફૂલમાળીનો ધંધો કરતી પરિણીત મહિલા ઘરેથી બહાર નીકળે ત્યારે ગેરેજ ચલાવતો વિધર્મી તેને બીભત્સ ઇશારા કરી હેરાન કરતો હતો.જે અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વિધર્મીને ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ,ફૂલમાળીનો ધંધો કરતી પરિણીતા રોજ તેના સાસુ સાથે આવતી જતી હતી.ગઇકાલે તે રિક્ષામાં એકલી બેસી વારસિયા વિસ્તારમાં ઉતરીને ઘરે ચાલતી જતી હતી.તે દરમિયાન ગેરેજ ચલાવતો યાસીન શેખ (રહે.ધૂળધોયા વાડ,ફતેપુરા) ગેરેજ પર બેઠો હતો.પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી તેણે બીભત્સ ઇશારા કર્યા હતા.ત્યારબાદ બપોરે ચાર વાગ્યે પરિણીતા સાસુ,સસરા, કાકી સાસુ તથા મામી સાસુ સાથે રોડ પર ઉભી હતી.તે સમયે યાસીન સ્કૂટર લઇને આવ્યો હતો.તેણે ઇશારો કરી પરિણીતાને સ્કૂટરની પાછળ બેસી જવા માટે જણાવ્યું હતું.અગાઉ પણ પરિણીતા જ્યારે એકલી જતી આવતી હોય ત્યારે આરોપી તેને બીભત્સ ઇશારા કરતો હતો.