બિનજંગલ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધી ગાંધીનગર જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે
જિલ્લામાં ૧૩૮.૫૦ લાખ વૃક્ષો:આણંદમાં ૭૧ અને વલસાડમાં ૬૯
બાદ ગાંધીનગરમાં ૭૦.૬૦ વૃક્ષ પ્રતિહેક્ટર નોંધાયાં
ગાંધીનગર:
ગાંધીનગર જિલ્લામાં વનવિસ્તાર બહારના ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૨૧માં આવેલા
વૃક્ષોની ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં પસંદ કરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ
દ્વારા વૃક્ષોની સંખ્યાનો અંદાજ મેળવવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ ગુજરાતના બિન
જંગલ વિસ્તારોમાં ૩૯.૭૫ કરોડ વૃક્ષો નોંધાયા હતા. ગાંધીનગર જિલ્લામાં આશરે ૧૩૮.૫૧
લાખ વૃક્ષોની સંખ્યા નોંધાયી છે. સમગ્ર રાજ્યમાં ગાંધીનગર જિલ્લો રાજ્યમાં બીજા
ક્રમે આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં દર પાંચ વર્ષે બિન જંગલ વિસ્તારમાં
વૃક્ષોની સંખ્યાનો અંદાજ વનવિભાગ દ્વારા મેળવવામાં આવે છે. તાજેતરમાં ૨૦૨૧ની
શરૃઆતમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષગણતરીની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જેમાં
પસંદ કરાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં રેન્ડમ સેમ્પલ પદ્ધતિથી ગામોમાં મોજાણી હાથ ધરાઇ
હતી. ૨૦મી એપ્રિલ સુધીમાં વન વિભાગ દ્વારા મોજણી દરમિયાન વૃક્ષનો ધેરાવો અને
વૃક્ષનો કોડ નંબર, નક્કી
કરી વૃક્ષ ગણતરી કરી હતી. ગાંધીનગર જિલ્લામાં આશરે ૧૩૮.૫૧ લાખ વૃક્ષોનો અંદાજ
મેળવામાં આવ્યો હતો. રાજ્યમાં આણંદ જિલ્લો પ્રથમ ક્રમે જ્યારે ગાંધીનગર બીજા ક્રમે
વૃક્ષોની ગીચતા ધરાવે છે.
જેમાં ૧૩૮.૫૧ લાખ વૃક્ષોના ૯૩.૪૬ ટકા વૃક્ષો ટીમ્બર
પ્રજાતિના વૃક્ષ નોંધાયા જ્યારે ૩.૭૩ ટકા ફળાઉ વૃક્ષો અને ૨.૮૧ ટકા અન્ય પ્રજાતિના
વૃક્ષો ગણવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં પ્રતિહેક્ટર ૭૦.૬૦ વૃક્ષોની સંખ્યા
નોંધાયેલ છે. નોંધનીય બાબત એ છે કે ગાંધીનગર જિલ્લામાં અલભ્ય ગણાતા વૃક્ષો અણીયાર, ગોરડ, ખેર, કિલાઇ, માનવેલ વાંસ, પેંડયુલા, સાદળ, શરૃ અને સીમડાના
વૃક્ષો એક પણ નોંધાયા નથી.
ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે ૭૪.૫૫ ટકા વૃક્ષો નિલગીરીના
જ્યારે લીમડા ૮.૦૭ ટકા વૃક્ષો,
દેશી બાવળ ૪.૨૫ ટકા, અરડુસા
૪.૧૧ અને કણજીના ૨.૨૧ ટકા વૃક્ષો નોંધાયા હતા. જ્યારે રાયણના પાંચ હજાર જેટલા
વૃક્ષો, સપ્તપર્ણીના
૪૬૪૦ વૃક્ષો અને સીરસના ૪૨૧૯ વૃક્ષો નોંધાયા છે. સૌથી વધારે નીલગીરીના એક કરોડથી
પણ વધારે વૃક્ષો નોંધાયા છે. જ્યારે લીમડાના અંદાજે ૧૧ લાખ જેટલા દેશી બાવળના ૫૯
હજાર અને અરડુસાના ૫૬ હજાર વૃક્ષો નોંધાયા છે.
૨૦૨૧માં વૃક્ષની ગણતરી હાથ ધરાઇ
* ગામદીઠ
૨૦ કર્મચારીઓ અને કુલ ૧૦૦ કર્મચારીઓ દ્વારા વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી.
* ગણતરી
દરમિયાન ગામોમાં વન વિસ્તાર આવતો હોય તો તે વન વિસ્તાર બાદ કરવામાં આવે અને તે
સિવાયના વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી.
* વૃક્ષોની
ગણતરી દરમિયાન ગણતરી કરેલા વૃક્ષો પર સફેદ ચોકથી નિશાન કર્યું હતું.
* ગણતરીની
સાથે ગામની વસ્તી, વિસ્તાર, કુટુંબોની
સંખ્યાની વિગતો પણ નોંધવામાં આવી હતી.
* ગણતરીમાં
ગ્રામ્યકક્ષાએ, જિલ્લાકક્ષાએ
અને નોડલ કક્ષાએ કરવામાં આવતી કામગીરી નક્કી કરવામાં આવી હતી.
* ગ્રામ્ય
વિસ્તારોમાં બ્લોક વાવેતરના વૃક્ષોની સંખ્યા,
શેઢાવાળા પર આવેલા વૃક્ષોની સંખ્યા અને ગામતળના વૃક્ષોની સંખ્યા નોંધવામાં આવી
હતી.
* ગાંધીનગર
૨૧૬માંથી ૧૫ ગામડાઓને પસંદ કરી ગણતરી કરવામાં આવી.