Get The App

વર્ષ ૨૦૨૨માં ૨.૭૯ લાખ કેસમાં DFS દ્વારા મદદ કરવામાં આવી

ગાંધીનગર સ્થિત DFSની કામગીરી

કરોડોના ડ્રગ્સ કેસ , ઓરિસ્સાના આરોગ્ય મંત્રીની હત્યા અને પોક્સોના કેસમાીં DFS રિપોર્ટ મહત્વના સાબિત થયા

Updated: Mar 11th, 2023

GS TEAM

Google News
Google News
વર્ષ ૨૦૨૨માં ૨.૭૯ લાખ કેસમાં DFS દ્વારા મદદ કરવામાં આવી 1 - image

અમદાવાદ,શનિવાર

ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ  ફોરેન્સીક સાયન્સ (ડીએફએસ)દ્વારા વર્ષ ૨૦૨૨માં   નોંધનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડીએફએસ અને તેના તાબાની એફએસએલ  દ્વારા કુલ ૨.૭૬ લાખ જેટલા કેસમાં કામગીરીમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ઉપરાંત, દેશના તમામ રાજ્યોમાં નોંધાયેલા અનેક મોટા કેસનો સમાવેશ થાય છે.  જેમાં ઓરિસ્સાના મંત્રીની હત્યા કેસ, કંડલા પોર્ટ પર મળેલું ડ્રગ્સ અને અનેક હાઇપ્રોફાઇલ કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર સ્થિત ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ (ડીએફએસ) દ્વારા વર્ષ ૨૦૨૨માં નોંધનીય કામગીરી કરવામાં આવી હતી. ડીએફએસના તાબામાં આવતી રાજ્યની વિવિધ ફોરેન્સીક સાયન્સ લેબ દ્વારા કુલ ૨.૭૬ લાખ કેસનું પૃથકરણ કરવામાં આવ્યું હતું. આ કુલ કેસમાં ૯૧૩૯ કેસ હત્યા ૩૦૨, હત્યાની કોશિષ ૩૦૭બળાત્કાર ૩૭૬, પોક્સો અને  એટ્રોસીટીના કેસમાં ડીએફએસ દ્વારા ફોરેન્સીક રિપોર્ટ અપાયો હતો. આ કેસમાં માત્ર ગુજરાતના જ નહી પણ સમગ્ર ભારતમાંથી સીબીઆઇ, વિવિધ રાજ્યોની પોલીસ, એસીબી સહિતની અનેક એજન્સીઓ દ્વારા ડીએફએસના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. ડીએફએસના નિયામક ડૉ.એચ પી સંઘવી કહે છે કે ડીએફએસની લેબોરેટરી વિશ્વના સૌથી અત્યાધુનિક સાધનો અને ફોરેન્સીક નિષ્ણાંતો ધરાવે છે. જેના કારણે માત્ર ગુજરાતના જ નહી પણ સમગ્રે દેશમાં હાઇપ્રોફાઇલ કેસ ડીએફએસમાં આવે છે. વર્ષ ૨૦૨૨માં ઓરિસ્સાના આરોગ્ય મંત્રીની હત્યાનો કેસ, કંડલા પોર્ટ સહિત ગુજરાતના દરિયાકાંઠા પરથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એફએસએલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યમાં અનેક વણઓળખાયેલા મૃતદેહના કેસમાં પણ ડીએનએ રિપોર્ટ આપવાની કામગીરી પણ નોંધનીય રહી છે. ખાસ કરીને પોક્સોના સેન્સીટીવ કેસમાં ૧૦ દિવસમાં રિપોર્ટ આપવામાં આવે છે.  આ ઉપરાંત, ભારતમાં અનેક ચકચારી કેસમાં નાર્કો એનાલીસ જેવી કામગીરી કરવામાં આવી છે.

 

Tags :