Get The App

રાજ્યના આરોગ્ય વિભાગના કાયમી કર્મીઓને 130 દિવસનું મહેનતાણું ચૂકવાયું પરંતુ કોન્ટ્રાક્ટ કર્મીઓને નહીં અપાતા રોષ

Updated: Apr 24th, 2023

GS TEAM

Google News
Google News
રાજ્યના આરોગ્ય વિભાગના કાયમી કર્મીઓને 130 દિવસનું મહેનતાણું ચૂકવાયું પરંતુ કોન્ટ્રાક્ટ કર્મીઓને નહીં અપાતા રોષ 1 - image


વડોદરા, તા. 24 એપ્રિલ 2023 સોમવાર

મહામારી કોરોના કાળમાં ગયા વખતે રાજ્યભરમાં કાયમી કર્મચારીઓએ રજાના દિવસોમાં ડ્યુટી કરી હોય તો એ બાબતે ૧૩૦ દિવસનું વધારાનું મહેનતાણું ચૂકવાયું છે. પરંતુ આરોગ્ય વિભાગના કરાર આધારિત કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પણ કોરોના કાળમાં કપરા દિવસોમાં રજાના દિવસોમાં કામ કર્યું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીઓને કોઈપણ જાતનું અલગ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. જેથી આવા ટેકનિકલ અને નોન ટેકનિકલ કોન્ટ્રાક્ટના હજારો કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે.

રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનો દ્વારા આ બાબતે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆતો સમયાંતરે થતી રહે છે પરંતુ આ બાબતે આવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અલગથી મહેનતાણું આજ દિન સુધી ચૂકવાયું નથી તેમ જ આ બાબતે તમામ જિલ્લામાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મિશન ડાયરેકટર (એનએચએમ)ને લેખિતમાં જાણ કરવામાં આવી છે. છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે ગત મહામારી કોરોના કાળમાં ૭૦ ટકાથી વધુ કર્મચારીઓએ વધારાની કામગીરી કરી હતી.  રજાના દિવસોએ પણ કોરોના કાળમાં ફરજ બજાવી હતી. જો કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ કોરોના કાળમાં કાયમી કર્મચારીઓ સાથે મળીને ખભે ખભા મિલાવીને કામગીરીમાં જોડાયા ના હોત તો તંત્રની હાલત અત્યંત કફોડી બની જવા પામી હોત એ  નિર્વિવાદ  હકીકત છે. છતાં પણ કાયમી કર્મચારીઓને કોરોના કાળમાં ડ્યુટી કરી હોય એ બાબતે ૧૩૦ દિવસનું મહેનતાણું ચુકવાયું છે

પરંતુ આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટના હજારો કર્મીઓને આ બાબતે કોઈ મહેનતાણું નહીં ચૂકવતા સરકારની ભેદભાવભરી નીતિનો પર્દાફાશ થવા સહિત આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટના હજારો કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ વિભાગમાં કાયમી કર્મચારીઓ કરતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી મોટી હોવાની શક્યતા છે.

જો કાયમી કર્મચારીઓને જે હક મળતા હોય કે પછી આપવામાં આવતા હોય તે તમામ હક કોન્ટ્રાક્ટના કર્મચારીઓને તેમના વેતન મુજબ જરૂરથી આપવા જોઈએ એવી સામાન્ય લાગણી અને માગણી કોન્ટ્રાક્ટના કર્મચારીઓની છે

કાયમી કર્મચારીઓની પગાર ભથ્થા માટે સરકારે લેખિતમાં ભલામણ કરી પરંતુ કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓની ભલામણ નહીં કરતા વિવાદ

રાજ્ય સરકારના અધિક નિયામક દ્વારા અમુક નિયત કેડર માટે ઉપ સચિવને લેખિતમાં ભલામણ કરવામાં આવી છે જેમાં ગત કોરોના કાળ દરમ્યાનમા નિયમિત કે કાયમી કર્મચારીઓને માસિક ઉચ્ચક વધારાનું ભથ્થું ઉપરાંત ૧૩૦ દિવસની રજાના પગારની ભલામણ કરવામાં આવી છે પરંતુ જાણ્યા જાણ્યા કોન્ટ્રાક્ટ ના હજારો કર્મચારીઓ માટે ઉચ્ચકક્ષાએ વધારાનું માસિક ભથ્થું કે પછી ૧૩૦ દિવસની રજાના નિયત પગાર ની ભલામણ પણ કરવામાં આવી નથી જેથી આરોગ્ય વિભાગની બેધારી નીતિ ખુલ્લી પડે છે. જો કે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ માટે વધારાનું ભથ્થું કે રજા ના દિવસોમાં કરેલા કામકાજ અંગેનો પગાર બાબતે ઉચ્ચ કક્ષાએ કોઈ અધિકારીએ કોઈ ભલામણ કરાઈ નથી. જેથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે.

Tags :