અમદાવાદ
ફી
રેગ્યુલેશન કમિટી દ્વારા ગુજરાતની નવી ૪૮ ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓની ત્રણ
વર્ષની નવી ફી જાહેર કરી દેવાઈ છે. ૩૦ હજારથી લઈને બે લાખ સુધીની ફી મંજૂર થઈ છે.મોટા ભાગની કોલેજોએ
માંગેલી ફી કરતા ઓછી ફી મંજૂર કરાઈ છે.કોરોનાને લીધે ફી નિર્ધારણમાં ઘણો વિલંબ થયો
છે અને ૨૦૨૦-૨૧થી માંડી ૨૦૨૨-૨૩ના ત્રણ વર્ષ માટે ફી દોઢ વર્ષ બાદ નક્કી કરવામા
આવી છે. સૌથી વધુ ૨ લાખ ફી સેપ્ટ યુનિ.ની પીજી આર્કિટેકચર કોર્સ માટે નક્કી કરાઈ
છે.
ગુજરાતમાં આવેલી
ટેકનિકલ કોલેજો-યુનિ.ઓની દર ત્રણ વર્ષે નવી ફી નક્કી કરવામા આવે છે. ફી કમિટી દ્વારા
છેલ્લે ૨૦૧૭-૧૮થી ૨૦૧૯-૨૦ માટેના ત્રણ વર્ષનું ફી માળખુ નક્કી કરવામા આવ્યુ હતુ.૨૦૨૦-૨૧માં
નવુ ફી માળખુ જાહેર થનાર હતુ પરંતુ ૨૦૨૦માં માર્ચમાં કોરોનાની શરૃઆત થતા ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષમાં નવી ફી નક્કી કરાઈ ન
હતી.ત્યારબાદ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં પણ નવી ફી નક્કી કરાઈ શકાઈ નથી.કોરોનાને
લીધે ફી નિર્ધારણમાં ઘણો વિલંબ થતા ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમા નવી ફી જાહેર થવાને બદલે
ઘણા મહિના બાદ હવે ફેબુ્રઆરીમાં અને તે પણ અંતમાં નવી ફી જાહેર થઈ છે.જેમાં ૨૦૨૦-૨૧માં
નવી શરૃ થયેલી ૨૬ કોલેજો અને ૨૦૨૧-૨૨માં નવી શરૃ થયેલી ૨૨ સહિત કુલ ૪૮ નવી સંસ્થાઓનો
સમાવેશ થાય છે.
જેમાં ઘણી કોલેજો-યુનિ.ઓ એવી છે કે જે સંસ્થાઓ પહેલેથી હયાત હતી પરંતુ નવા કોર્સ શરૃ કરવામા આવ્યા હતા અને આ નવા કોર્સનો પણ સમાવેશ થાય છે. ડિપ્લોમાથી માંડી પીજી સહિતના વિવિધ ૧૨ ટેકનિકલ કોર્સની ફી નક્કી કરવામા આવી છે.સૌથી વધુ સેપ્ટ યુનિ.ની પીજી આર્કિટેકચર કોર્સ માટેની બે લાખ રૃપિયા ફી નક્કી કરવામા આવી છે.જો કે સેપ્ટ યુનિ.દ્વારા ૩.૭૮ લાખ ફી માંગવામા આવી હતી.સૌથી વધુ અરિહંત ફાર્મસી કોલેજોની ડિપ્લોમા ફાર્મસીની ૩૦ હજાર ફી નક્કી થઈ છે.ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરાયેલી ફીમાં તમામ પ્રકારની ફીનો સમાવેશ થઈ જાય છે.જેથી કોઈ પણ કોલેજ જીમખાના ફી,કોશન મની ,લેબોરેટરી ફી, ઈન્ટરનેટ કે સ્પોર્ટસ ફી, કમ્પ્યુટર ફી સહિતની કોઈ પણ પ્રકારની વધારાની ફી કોઈ પણ મથાળા હેઠળ નહી લઈ શકે. મોટા ભાગની કોલેજોએ તેમણે શરૃ કરેલા નવા કોર્સ માટે માંગેલી ફી કરતા ઘણી ઓછી ફી નક્કી કરાઈ છે.


