કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે મૂકવાનું કહ્યું ભેજાબાજ બે કાર લઈને ફરાર
Image Source: Freepik
જિલ્લા પંચાયત તથા પ્રાઇવેટ સેક્ટરમાં ગાડી ભાડે મૂકવાના બહાને જીએનએફસી ના કર્મચારી પાસેથી બેકાર લોન પર લેવડાવી બેઝાબાદ બંને કાર લઈને ફરાર થઈ ગયો છે જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
વડોદરા, તા. 10 જુલાઈ 2023 સોમવાર
વાઘોડિયા રોડ વૃંદાવન બસ સ્ટોપ પાસે લકુલેશ અમીધારા સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર મંગુભાઈ સોની એફસી કંપનીમાં ટેકનિક સીન તરીકે ભરૂચ ખાતે નોકરી કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આશરે બે વર્ષ પહેલા મારે મિનેષભાઈ ભાઈલાલભાઈ પટેલ સાથે સંપર્ક થયો હતો આ મિનેષભાઈ તેઓની ગાડી વૃંદાવન ચોકડી તથા મારા ઘરેથી જી એન એફ સી સુધી ચલાવતા હોય નિયમિત મારી નોકરી પર તેમની ગાડીમાં આવતો જતો હતો જેથી તેઓને સારી રીતે ઓળખું છું મિતેશભાઇએ દોઢ વર્ષ પહેલા મને જણાવ્યું હતું કે આપણે એક સ્વીટ ડિઝાયર ગાડી તમારે નામે લોન કરીને લઈ લઈએ તેનું સંચાલન હું કરીશ તે ગાડી આપણે જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટમાં મૂકી દઈશું જેના દર મહિને રૂપિયા 45000 આપણને મળશે તેમાંથી વહીવટ પેટે 10,000 મને આપવા પડશે ત્યારબાદ મિનેષે મારી પાસે ગાડીનું ડાઉન પેમેન્ટ ભરવા માટે 70 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા દિનેશભાઈએ મારી પાસેથી મારા આધાર કાર્ડ તથા પાનકાર્ડ તથા બેંકની ચેક લીધા હતા. આ ઉપરાંત ત્રણ પગાર સ્લીપ અને ફોન નંબર 16 પણ આપ્યું હતું મિનેષભાઈએ મને જણાવ્યું હતું કે હું મારી જવાબદારી પર તમારી ગાડીને લોન પાસ કરાવી દઈશ અને ગાડી તમારા નામે જ લેવાની છે ત્યારબાદ ડિઝાયર કાર લીધી હતી તે કાર કયા શોરૂમમાંથી કઈ તારીખે લીધી તેને મને કોઈ જાણ નથી આ ગાડીની લોન પેટે મારા બેન ખાતામાંથી 15,620 નો પ્રથમ હપ્તો કપાયો હતો તે વખતે મને જાણ થઈ હતી કે આ બેંક ખાતા માંથી મિનેશ પટેલે મારા કહેવા મુજબ લોન લીધી છે જેની આરસી બુક મારા ઘરે ટપાલ મારફતે આવી હતી અને તેમાં એચડીએફસી બેન્ક ની લોનનું ઉલ્લેખ કર્યો હતો અત્યાર સુધી મારે એકાઉન્ટ માંથી કુલ 18 આપતા કપાયા છે અત્યાર સુધી મેં મારા બેન્ક એકાઉન્ટ માંથી કુલ 3.09 લાખ રૂપિયા ચૂકવ્યા છે આ ગાડી હાલ મનીષ પટેલ પાસે છે ત્યારબાદ મનીષે મને કહ્યું હતું કે હવે આપને ક્રેટા ગાડી લઈએ તે ગાડી આપણે કરાર આધારિત પ્રાઇવેટ કંપનીમાં મૂકી દઈશું જેના દર મહિને 1,00,000 આવશે. તેના કહેવા મુજબ મેં બંને ગાડી લોન પર લીધી હતી. આ ગાડીઓની લોન 22.75 લાખ રૂપિયા મારા નામે મંજૂર કરાવી હતી ત્યારબાદ ગાડીઓ કોન્ટ્રાક્ટ માં મુકવાનું કહી તેની પાસે રાખી મિનેષભાઈ ભાઈલાલભાઈ પટેલ રહેવાસી ત્રિશા એન્કલેવ ભાયલી તાંદલજા રોડ ગાડીઓ લઈને ફરાર થઈ ગયો છે.