Get The App

વડોદરા: યુવાનની જાણ બહાર ATMમાંથી ગઠિયાએ 64 હજાર બારોબાર ઉપાડી લીધા

Updated: Nov 3rd, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: યુવાનની જાણ બહાર ATMમાંથી ગઠિયાએ 64 હજાર બારોબાર ઉપાડી લીધા 1 - image

વડોદરા: યુવાનની જાણ બહાર ATMમાંથી ગઠિયાએ 64 હજાર બારોબાર ઉપાડી લીધા 2 - image

વડોદરા,તા.3 નવેમ્બર 2021,બુધવાર

વાઘોડિયા તાલુકાના નિમેટા પાસે નાની જાંબુવાઈ ગામમાં રહેતા દીપેન વિનોદ પરમારના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બેંક ખાતામાંથી બારોબાર એટીએમ સેન્ટર પરથી રૂપિયા 64 હજાર કોઈ ભેજાબાજે ઉપાડી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. દીપેન પરમાર કંપનીમાં રજા હોવાથી સવારે મોડો ઉંઘમાંથી જાગ્યો અને પોતાનો મોબાઈલ ચેક કરતા સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ મોબાઈલમાં સાત વખત એટીએમ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા જેમાં કુલ 64 હજાર રૂપિયા ડેબિટ થયા હોવાનું જણાયુ હતું આ અંગે દીપેનએ પહેલાં બૅન્કમાં અને બાદમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :