Get The App

વુડી જોન પીઝાની ફ્રેન્ચાઇઝી મામલે રૃપિયા ૪૨.૭૧ લાખની છેતરપિંડી

Updated: May 19th, 2023

GS TEAM


Google News
Google News
વુડી જોન પીઝાની ફ્રેન્ચાઇઝી મામલે રૃપિયા ૪૨.૭૧ લાખની છેતરપિંડી 1 - image


રાયસણના પીડીપીયુ રોડ ઉપર આવેલા કોમ્પલેક્ષમાં

ત્રણ વર્ષમાં પાંચ જ મહિના વેપાર કરીને એગ્રીમેન્ટ મુજબ રૃપિયા પરત નહીં આપતા ઇન્ફોસિટી પોલીસે આરોપી ઝડપી લીધો

ગાંધીનગર:  હાલમાં વેપાર ધંધામાં કોઇના કોઇ પ્રકારે છેતરપિંડીની ઘટના બહાર આવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા રાયસણના પીડીપીયુ રોડ ઉપર આવેલા કોમ્પરેક્ષમાં આવેલા વુડી જોન પીઝાની ફ્રેન્ચાઇઝી આપીને એગ્રીમેન્ટ મુજબ રૃપિયા પરત નહીં કરનાર અમદાવાદના શખ્સ સામે ૪૨.૭૧ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના પગલે ઇન્ફોસિટી પોલીસે તપાસ આદરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણના પીડીપીયુ રોડ ઉપર શિવમ કુટિર બંગલોઝ ખાતે રહેતા કલ્પેશભાઇ જયંતિલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની અને તેમના સંબંધિઓની પીડીપીયુ રોડ ઉપર આવેલા એલીક્ષર કોમ્પલેક્સમાં દૂકાનો આવેલી હતી. આ પાંચ જેટલી દૂકાનો આઇએનસી હેઠળ વીડ જોન પીઝાની ફ્રેન્ચાઇઝી ચલાવવા માટે આપવામાં આવી હતી. આ માટે અમદાવાદ કૃષ્ણનગર અમિધારા સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિનુભાઇ પંચાલ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. જે માટે ૫૦.૮૫ લાખ રૃપિયા પણ લેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત પાંચ મહિના જ આ વેપાર ચલાવીને એગ્રીમેન્ટ મુજબ આપવાના થતા રૃપિયા પણ પરત નહીં આપતા તેમની પાસે માંગણી કરવામાં આવી હતી. છેવટે રૃપિયા અને ફ્રેન્ચાઇઝી ફી મળીને કુલ ૪૨.૭૧ લાખ રૃપિયા પરત નહીં મળતા કલ્પેશભાઇને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ કરતા વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આ ગુનાના આરોપી ભરત વિનુભાઇ પંચાલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.


Tags :