સુકન્યા સમૃધ્ધિ યોજનાના નામે 800 લોકો સાથે લાખોની ઠગાઈ
સસરા અને પુત્રવધુેની અટક : પ્રત્યેક વ્યક્તિ પાસેથી 600 રૂપિયા પડાવતા હતા
અમદાવાદ,સોમવાર
સુકન્યા સમૃધ્ધિ યોજનાના નામે ૮૦૦થી વધુ લોકો (પ્રત્યેક) પાસેથી રૃ.૮૦૦ લઈને લાખોની છેતરપિંડી કરનારી મહિલા અને તેના સસરાની કૃષ્ણનગર પોલીસે અટક કરી છે. આ યોજનાના નામે અઢી મહિનાથી રૃ.૬૦,૦૦૦ મળે છે કહીને આરોપીઓએ લોકો પાસેથી ફોર્મના રૃ.૮૦૦ પડાવીને લાખો રૃપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ અંગે કૃષ્ણનગરમાં રાજકમલ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ પી.પટેલે(૩૩) તેમની સોસાયટીમાં રહેતા જયંતીભાઈ સી.પટેલ અને તેમની પુત્રવધુ જૈમીનીબહેન વિશાલકુમાર પરમારની અટક કરી હતીઆ બનાવની વિગત મુજબ વિપુલભાઈને તેમની સોસાયટીમાં રહેતા જ્યંતીભાઈ અને તેમના દિકરાની વહુ જૈમીનીબહેને જણાવ્યું હતું કે સુકન્યા સમૃધ્ધિ યોજનાના નામે રૃ.૬૦,૦૦૦ ની રોકડ રકમ મળે છે તેવા ફોર્મ તેઓ ભરે છે. તેમજ ફોર્મ દીઠ રૃ.૮૦૦ લે છે અને ફોર્મ પાસે થાય ત્યારબાદ રૃ. ૧,૦૦૦ આપવાના રહેશે.
વધુમાં આરોપીઓએ વિપુલભાઈને કહ્યું હતું કે ગાંધીનગરથી સહાયના રૃ.૬૦,૦૦૦ પાસ થાય ત્યારબાદ તમારે રૃ.૧૩,૦૦૦ અમને આપવાના રહેશે. આથી વિપુલભાઈએ તેમની ચાર વર્ષની દિકરીના નામે ૨૧ જુલાઈ ૨૦૨૦ના રોજ સુકન્યા સમૃધ્ધિ યોજનાનું ફોર્મ ભરીને રૃ.૬૦૦ જ્યંતિભાઈને આપ્યા હતા. દરમિયાન સોસાયટીમાં પોલીસ આવતા વિપુલભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ૮૦૦થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી કરી હોવાની શંકાને આધારે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.