અમદાવાદ: ધોળકામાં ચિરિપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતરથી ચાર કામદારોનાં મોત
અમદાવાદ, તા. 18 જુલાઈ 2020, શનિવાર
ધોળકાના ધોળી ગામમાં આવેલી ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ કંપનીની આ ઘટના છે. વિશાલ ફેબ્રિક્સમાં ઈટીપી પ્લાન્ટમાં ગેસ ગળતર થયું હતું.
દરમિયાન એક કામદાર ગેસ લીકેજ પાઈપ રીપેરિંગ કરવા ઉતર્યો હતો. તે બેભાન થતાં તેને બચાવવા અન્ય ત્રણ કામદારોના પણ મોત નીપજ્યા. પ્રવીણ રાઠોડ, વિજય બારડ, માયાભાઈ અને પ્રભુભાઈ નામના કામદારોના મોત નિપજ્યા.
આ કંપનીમાં કાપડનું ઉત્પાદન થાય છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી.. અને મૃતદેહોને કોઠ આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા.