પુંધરા ગામની સીમમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
પોલીસે ૬૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
માણસા : માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં ગઈ કાલે સાંજે વૈષણા તળાવ પાસેની ખરાબાની ખુલ્લી જગ્યા માં નીચે બેસી પાના પત્તાનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર ઇસમોને માણસા પોલીસે બાતમીના આધારે રેડ કરી રોકડ સહિત ૬૬૫૦૦ રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપી ચારે જુગારી વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પોલીસ સ્ટેશનના પી.આઈ.સોલંકીને ચોક્કસ બાતમી હકીકત
મળી હતી કે માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં આવેલ વૈષણા તળાવની પાસે ખરાબાની
ખુલ્લી જગ્યામાં નીચે બેસી કેટલાક ઈસમો
તીન પત્તીનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે માણસા પોલિસ સ્ટાફ ખાનગી
વાહનમાં બાતમી વાળી જગ્યાએ જઇ દૂરથી જોતા તળાવ પાસેના ખરબાની ખુલ્લી જગ્યામાં નીચે
બેસી કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા જે ચારે ઈસમો ને કોર્ડન કરી
ઝડપી લઈ પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ (૧) હાદક વિજયભાઈ પટેલ, રહે.બસ સ્ટેન્ડ
પાસે પુંધરા(૨) સતીશ ચંદુભાઈ પટેલ,
રહે.કન્યાશાળા પાસે,પુંધરા(૩)
પ્રવીણ કચરાભાઈ પટેલ, રહે.બસ
સ્ટેન્ડ પાસે,પુંધરા
અને(૪) જગતસિંહ ગોબરસિંહ રાઠોડ,
રહે.મહાકાળી વાળો વાસ,પુંધરા
હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૃપિયા ૪૮૫૦૦
તથા દાવ પર મુકેલ રોકડ રકમ ૩૦૦૦ અને ૧૫૦૦૦ રૃપિયાની કિંમત ના ત્રણ મોબાઈલ મળી કુલ
૬૬૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી ચારે આરોપી વિરુદ્ધ માણસા પોલીસે જુગાર ધારા ની
કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.