Get The App

વડોદરા નજીક પીપળીયા ગામે ડામર પ્લાન્ટમાં આગ લાગતાં ચાર કારીગરો દાઝ્યા

Updated: Nov 8th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક પીપળીયા ગામે ડામર પ્લાન્ટમાં આગ લાગતાં ચાર કારીગરો દાઝ્યા 1 - image

વડોદરાઃ વડોદરા નજીક પીપળીયા ગામ પાસે આજે સાંજે ડામરના પ્લાન્ટમાં આગ લાગતાં ચાર કારીગરો દાઝ્યા હતા.આગ કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વાઘોડિયા રોડ પર પીપળીયા ગામ પાસે સાબુના કારખાના નજીકના ડામર પ્લાન્ટમાં આજે સાંજે બોઇલર ઓવરહિટ થવાથી આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

બનાવ બન્યો ત્યારે ચારેક કારીગરો પ્લાન્ટમાં હાજર હોવાથી તેઓ દાઝ્યા હતા. તમામ લોકો બહાર આવી જતાં તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.આગ બૂઝાવવામાં સ્થાનિક લોકો પણ કામે લાગ્યા હતા.

આગ કાબૂમાં નહિ આવતાં વડોદરા ફાયર બ્રિગેડના બે ફાયર એન્જિન સાથે ટીમ પહોંચી હતી.અડધો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.બનાવને પગલે મામલતદાર,પોલીસ અને વીજ કંપનીની ટીમો પણ આવી ગયા હતા.

Tags :