For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેટ્રો ટ્રેન પર ગ્રાફિટી બનાવી નુકશાન કરનાર ચાર વિદેશી નાગરિક ઝડપાયા

ગોમતીપુર એપરલ પાર્કમાં રાત્રી દરમિયાન મેટ્રો ટ્રેનને નુકશાન કર્યુ

ચારેય આરોપી ઇટાલીના નાગરિકઃ

Updated: Oct 2nd, 2022

Article Content Imageઅમદાવાદ

અમદાવાદ શહેરમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનના એપરલ પાર્ક સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલી મેટ્રો ટ્રેનમાં ગત શુક્રવારે રાતના સમયે કેટલાંક લોકો દિવાલ કુદીને આવીને ટ્રેનના બે કોચ અને પીલર પર ગ્રાફિટી પેઇન્ટીંગ કરીને નુકશાન કરીને નાસી ગયાની ઘટના બની હતી. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઇટલીના ચાર નાગરિકોને ઝડપી  લીધા હતા. ચારેય યુવાનો ટુરીસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યા હતા.  યુરોપ  અને અમેરિકામાં ગ્રાફિટીનો ટ્રેડ હોય છે અને ચારેયને ટ્રેન કે જાહેર સ્થળોએ ગ્રાફિટી  કરવાનો શોખ હોવાથી તેમણે મેટ્રો ટ્રેનમાં ગ્રાફિટી કરી હોવાની કબુલાત કરી હતી.

ચારેય આરોપી ઇટાલીના નાગરિકઃ વિદેશમાં ગ્રાફિટી પઇેન્ટીંગનો ટ્રેન્ડ હોવાથી ચોરી છુપીથી પાર્ક કરેલી  મેટ્રો ટ્રેનમાં ગ્રાફિટી કરી નાસી ગયા હતા

અમદાવાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સિક્યોરીટી વિભાગમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા જગતસિંહ મકવાણાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત શુક્રવારે રાતના સમય દરમિયાન ચાર અજાણી વ્યક્તિઓ એપરલ પાર્ક સ્ટેશનના પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલી મેટ્રો ટ્રેનના કોચમાં અલગ અલગ રંગના ગ્રાફિટી કલર કરીને ઇગ્લીશમાં ટાસ લખ્યુ હતુ અને પીલરમાં પણ ગ્રાફિટી પેઇન્ટીંગ કરીને કુલ ૫૦ હજારનું નુકશાન પહોંચાડયું હતું. આ અંગે સીસીટીવી તપાસતા ચાર જણા લોંખડની જાળી કુદીને જતા જોવા મળ્યા હતા. પ્રાથમિક રીતે જોતા ચારેય જણા વિદેશી હોવાની આશંકા હતી. બાદમાં અલગ અલગ સીસીટીવીને આધારે તપાસ કરતા પોલીસનો રૂટ પણ મળી આવ્યો હતો. જેના આધારે ચોક્કસ માહિતીને આધારે પોલીસે એલિસબ્રીજ વિસ્તારમાંથી ચાર વિદેશી યુવકોનેઝડપી લેવામાં આવ્યા હતા. જે ઇટલીના નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ ક્યુનીટી જ્યાનલુકા ઇટાલીયાનાબાલ્ડો ઇટાલીયાના, સ્ટારીનેરી  ઇટાલીયાના અને કાપેસી ઇટાલીયાના હોવાનું જાણવા મળ્યું હતું. જે ઇટલીના અલગ અલગ શહેરનો રહેવાસી હતા.

આ અંગે વધુ માહિતી ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે ચારેય જણા પાસેથી ગ્રાફિટી પેઇન્ટીંગ કરવા માટેની અલગ અલગ કલરની ૨૦ બોટલ સ્પ્રે અને ૭૦ જેટલી કેપ મળી આવી હતી. ચારેય જણા ટુરીસ્ટ વિઝા પર ઇટલીથી ભારત આવ્યા હતા અને બાદમાં ંમુંબઇથી અમદાવાદ આવ્યા હતા. યુરોપ અને અમેરિકામાં જાહેર સ્થળોએ અને વાહનોમાં ગ્રાફિટી પેઇન્ટીંગને ટ્રેન્ડ હોય છે અને ચારેયને ગ્રાફિટી પેઇન્ટીંગ  કરવાની ટેવ હોવાને કારણે કલર સ્પ્રે સાથે રાખતા હતા.  જેમાં તે તક મળતા વાહનોને કે જાહેર સ્થળોએ ગ્રાફિટી બનાવતા હતા. એપરલ પાર્ક બાદ  અન્ય સ્થળે પર ગ્રાફિટી બનાવવા માટે ફરતા હતા.  આ અગાઉ મુંબઇમાં પણ તેમણે ગ્રાફિટી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ચારેયની ધરપકડ થતા આ અંગે ઇટલીની એમ્બેસીને જાણ કરવામાં આવશે અને તમજ ચારેય વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

બોક્સ

 

ગ્રાફિટી પેઇન્ટીંગ શું છે?

ગ્રાફિટી પેઇન્ટીંગનો ટ્રેન્ડ વિદેશમાં ખુબ મોટાપ્રમાણમાં જોવા મળે છે. જો કે હવે ભારતમાં પણ મોટા શહેરોમાં આ ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં કલર સ્પ્રેની બોટલથી જાહેર મિલકતો કે સ્થળોએ સ્પ્રે કરીને કોઇ કોડ કે શબ્દો લખવામાં આવે છે. જે કલર ખાસ સ્પ્રે માટે આવે છે.

Gujarat